Abtak Media Google News

દબાવી ભાજપને ભવ્ય જીત અપાવવાની મતદારોને અપીલ

વિશ્વની સૌથી ઉમદા પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા

ગુજરાતમાં છે તો વિશ્વની સૌથી મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીનું સૌથી એક્સકલુસિવ મ્યુઝિયમ રાજકોટમાં છે: મોસાળે જમણ અને ર્માં પીરસનારી જેવી સ્થિતિ

વિશ્વનાં નક્શામાં ભારતને, ભારતનાં નક્શામાં ગુજરાતને અને ગુજરાતનાં નક્શામાં રાજકોટને ગૌરવવંતુ બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સાંસદ મોહનભાઈ કુંડારીયા મહેનત રંગ લાવી છે

રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવતી રાજકોટ ધારાસભા બેઠકનાં ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી અને લાખા સાગઠીયાએ કમળનું બટન દબાવીને ભાજપને ભવ્ય જીત અપાવવાની મતદારો અપીલ કરતા જણાવ્યું છે કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં હોઈ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના હોઈ રાજકોટને કેન્દ્ર અને રાજ્યની યોજનાઓનો સૌથી વહેલા-પહેલા સવિશેષ લાભ મળતો આવ્યો છે.

છેલ્લાં પાંચ વર્ષમાં રાજકોટ અને તેની આસપાસનાં વિસ્તારોનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો બન્યો છે. જો ગુજરાત અન્ય રાજ્યો માટે વિકાસનું મોડેલ સ્ટેટ તો રાજકોટ અન્ય શહેરો માટે વિકાસનું મોડેલ સીટી બન્યું છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડવામાં રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારીયાની કામગીરી દાદ માગી લે તેવી છે.

કેન્દ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી ભાજપનું શાસન છે અને ગુજરાતમાં છેલ્લા રર વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતનાં પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હાલ વડાપ્રધાન પદ પર અને રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી હાલ મુખ્યમંત્રી પદ પર બિરાજમાન છે ત્યારે ‘મોસાળે જમણ અને મા પીરસનારી’ની કહેવત જેમ ગુજરાતનાં વિકાસમાં કઈ ન ઘટે કઈ બાકી ન રહે તેવી સ્થિતિ છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અદ્યતન સુવિધાસભર શહેર તરીકે રાજકોટનાં વિકાસમાં ભાજપનાં પ્રજાસેવકોનો હાથ રહેલો છે. વિશ્વની સૌથી ઉમદા પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં છે તો વિશ્વની સૌથી મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીનું સૌથી એક્સલ્યુસિવ મ્યુઝિયમ રાજકોટમાં છે. આજે રાજકોટ વિશ્વનાં સૌથી ઝડપી વિકસતા શહેરોમાં સ્થાન પામી રહ્યું છે અને તેની નામના જગતભરમાં થઈ રહી છે.

વર્તમાન સમયમાં વિશ્વનાં નક્શામાં ભારતને, ભારતનાં નક્શામાં ગુજરાતને અને ગુજરાતનાં નક્શામાં રાજકોટને ગૌરવવંતુ બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સાંસદ મોહનભાઈ કુંડારીયા મહેનત રંગ લાવી છે ત્યારે ૨૩મી એપ્રિલ મંગળવારનાં રોજ રાજકોટ મત વિસ્તારનાં લોકો કમળનું બટન દબાવીને મોહનભાઈ કુંડારિયાને મત આપી નરેન્દ્રભાઈ મોદીને ફરી એક વખત પ્રજાસેવક તરીકે પસંદ કરવાની રાજકોટનાં ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી અને લાખા સાગઠીયાએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.