Abtak Media Google News

લોકડાઉનને પગલે ટ્રાન્સપોટેશનની સેવા બંધ હોય જેનાથી માલની આયાત-નિકાસ ઠપ્પ છે ત્યારે અહીંથી નિકાસ થતી ડુંગળી અન્ય રાજયોમાં મોકલાતી ન હોય ખેડુતોને ડુંગળીના પુરતા ભાવો ન મળતા જગતના તાતને પડયા પર પાટુ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

ગઇકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ડુંગળીની પડતર કિંમત જેટલા પણ ભાવો ન મળતા ડુંગળીએ ખેડૂતોની આંખોમાં આંસુ લાવી દીધા હતા.

હાલ ખેડૂતોને ડુંગળીના માત્ર કિલે રૂ ર થી ૪ ઉપજી રહ્યા છે.

આ હકીકતથી ખેડુતોને ડુંગળીના પુરતો ભાવો મળે તે માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડે રાજય સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ડુંગળીના પુરા ભાવ મળે તે માટે અમો મુખ્યમંત્રીને રજુઆત કરીશું ડુઁગળીના પ્રતિ કિલો ભાવમાં રૂ. ૨ સબસીડી આપવા રજુઆત કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.