રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૬ થી ૭ હજાર મણ નવા કપાસની આવક

સરેરાશ રૂ.૭૫૦થી લઈ ૯૦૦ સુધીના ભાવો બોલાયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા થોડા દિવસથી નવા કપાસની આવક શરૂ થઈ છે. દરરોજ ૬ થી ૭ હજાર મણ નવો તેમજ ૬ થી ૭ હજાર મણ જૂનો એમ કુલ ૧૪ થી ૧૫ હજાર મણ કપાસની આવક થઈ રહી છે. નવા કપાસના સરેરાશ ભાવ રૂા. ૭૫૦ થી લઈ ૯૦૦ સુધીનાં બોલાઈ રહ્યા છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એકાદ મહિનાથી નવા કપાસની આવક થઈ રહી છે. દરરોજ ૬ થી ૭ હજાર મણ નવો ક્પાસ યાર્ડમાં ઠલવાઈ રહ્યો છે. સાથે સાથે ૬ થી ૭ હજાર મણ જેવો જૂનો કપાસ પણ રોજ આવી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસનું ઓછુ વાવેતર થયું છે. હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તાર તેમજ હળવદ ડિસ્ટ્રિકટમાંથી નવા કપાસની આવક થઈ રહી છે.

નવો કપાસ તૈયાર થઈ જતા છેલ્લા એકાદ મહિનાથી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં નવો કપાસ ઠલવાઈ રહ્યો છે. જો કે ભાવ સરેરાશ રહેતા ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે. નવા કપાસમાં થોડુ ભેજનું પ્રમાણ હોય જેના ભાવ સરેરાશ રૂ.૭૫૦ થી ૯૦૦ જયારે જૂના કપાસના રૂ.૯૦૦ થી લઈ ૧૦૦૦ સુધીના ઉપજી રહ્યા છે. આગામી દિવસોમાં દિન-પ્રતિદિન નવા ક્પાસની આવક વધતી જશે. તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Loading...