Abtak Media Google News

કેટરર્સના કામ અર્થે અલગ અલગ હોટલમાં લઇ જઇ આચર્યુ દુષ્કર્મ

લાલપર શ્રીજી ગોલ્ડ સિરામીક કારખાના પાસે રહેતી પરિણીતાને કેટરર્સના કામે રાખી રાજકોટના શખ્સે અલગ અલગ હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યા અંગેની વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાલપર શ્રીજી ગોલ્ડ સિરામીક કારખાના પાસે રહેતી પરિણીતાને પતિ સાથે મનદુ:ખ થતા કામ શોધી રહી હતી ત્યારે પડધરી તાલુકાના સરપદડના વતની અને રાજકોટના અક્ષર તિર્થ એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે ગોપાલ નામના બાવાજી શખ્સનો ભેટો થતા જીજ્ઞેશ ઉર્ફે ગોપાલે કેટરર્સનું કામ અપાવવાનું કહી વિરપુરની હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ અન્ય સ્થળે લઇ જઇ ધાક ધમકી દઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યા અંગેની વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. આર.ડી.ચૌહાણ સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.