કરચોરી કરતી કંપનીના ડાયરેકટરોની મિલકતની નીલામી કરતું રાજકોટ આવકવેરા વિભાગ

51

સોનાની બંગડી, ચાંદીની બે વીટીઓ અને બે વાહનોની કરાઈ હરરાજી: પરી જવેલર્સ દ્વારા ૫૮,૨૦૦ની કિંમતે સોના-ચાંદીના ઘરેણા કરાઈ ખરીદી: બાકી રહેતી રકમ ડાયરેકટરોની સયી મિલકતની હરરાજી કરી વસુલાશે

સમગ્ર દેશમાં કરચોરો ઉપર સરકાર લાલ આંખ કરી તે સર્વેને દંડીત કરી રહ્યું છે. ત્યારે કરચોરોને ડામવા માટે સીબીડીટી દ્વારા તેઓની મિલકતોની હરરાજી કરવાની તાકીદ કરવામાં આવી છે. જેના અનુસંધાને શાપર ખાતે આવેલી રૂદ્ર ટેકનોક્રેટ પ્રા.લી.ના ડાયરેકટરોની મિલકતોની હરરાજી કરવામાં આવી છે. સાો સા કંપનીના ત્રણેય ડાયરેકટરોની તાકીદ કરતા જણાવાયું છે કે, હાલ જે હરરાજી કરવામાં આવેલી છે. ત્યારે બાકી રહેતી રકમોની હરરાજી તેઓની સયી મિલકતોને વેંચી કરવામાં આવશે.

આજરોજ રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા રૂદ્ર ટેકનોક્રેટ પ્રા.લી. કંપની દ્વારા જે ૫૫ લાખની ડિમાન્ડ ઉદ્ભવીત યેલી છે તેની સામે ડિપાર્ટમેર્ન્ટે ડાયરેકટરોની પાસેની મિલકતો જેવી કે, સોનાની બંગડી, ચાંદીની બે વીંટીઓ અને સ્પ્લેન્ડર અને એક્ટિવા વાહનની નિલામીનો નિર્ણય લીધો હતો. ત્યારે નિલામીમાં ખુજબ મોટી સંખ્યામાં ઈચ્છુક લોકો આવ્યા હતા. વિગતવાર ચર્ચા કરવામાં જો આવે તો ૧૭૯ કલમ મુજબ આ હરરાજી એક સો કરવામાં આવેલી હોવાનું દેશમાં પ્રમ એવી ઘટના ઘટી છે. મુવેબલ એસેટ પર જે સોનાની બંગડીનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૧૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ નવા સામે જૂનું સોનુ ખરીદવા માટે ૩૦૦૦નો ઘટાડો કરી હરરાજી ભાવ બંગડી માટે ૩૮૦૦૦ રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે બીજી તરફ બંગડીનો વજન ૧૪.૪૪૦ ગ્રામ હોવાનું ખુલતા કુલ સોનાની બંગડીનો હરરાજી ભાવ ૫૧૩૪૫ રાખવામાં આવ્યો હતો. જ્યારે બે ચાંદીની વીંટી કુલ સોના અને ચાંદીની વસ્તુ માટે હરરાજીનો ભાવ ૫૧૪૫૦ રૂપિયા રાખવામાં આવ્યો હતો. ત્યારે હરરાજીમાં બોલી લગાવતા અંતે પરી જવેલર્સે સોના-ચાંદીના આ ઘરેણા ૫૮૨૦૦ની કિંમતે ખરીર્દ્યા હતા. ઈન્કમટેકસ રીકવરી અધિકારી ટી.એસ. ટીનવાલાએ જણાવ્યું હતું કે, આ હરરાજીની રકમ નેટ બેન્કિંગ મારફતે ટેકનોક્રેટ પ્રા.લી.ના ખાતામાં જમા કરાવવાની રહેશે અને આવનારા એક માસમાં તેઓને તેમની ચિજવસ્તુઓ આવકવેરા વિભાગ રાજકોટ દ્વારા મળવાપાત્ર રહેશે.

જ્યારે બીજી તરફ બે વાહનોની હરરાજીની કિંમત સ્પ્લેન્ડર પ્લસ માટે ૧૨,૦૦૦ અને એક્ટિવા માટે ૧૩૫૦૦ રૂપિયા રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ તકે ઈન્કમટેકસ રિકવરી ઓફિસરે ‘અબતક’ સોની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તમામ ચિજવસ્તુની હરરાજી બાદ જે કર આવક મળવાપાત્ર રહેશે ત્યારે બાકીની કરની વસુલાત તેમની સયી મિલકતોની નિલામી કર્યા બાદ વસુલાશે.

આ તકે એક વાતની સ્પષ્ટતા ઈ રહી છે કે, આવકવેરા વિભાગ દ્વારા તમામ પ્રકારના કાર્યો હા ધરવામાં આવી રહ્યાં છે. જેનાી વિભાગને કરની આવક મળવાપાત્ર રહે. ગત સમયમાં અનેકવિધ પ્રકારના કરચોરો દ્વારા કરચોરી કરતી હોવાનું સામે આવતા આવકવેરા વિભાગ ટાર્ગેટને પહોંચી વળવા માટે નિષ્ફળ નિવડ્યું હતું. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટટેકસીસ દ્વારા તાકીદ કરાયા બાદ રિકવરીનો આંકડો સુધારા પર હોય તેવું લાગી રહ્યું છે.

Loading...