Abtak Media Google News

વડોદરા નજીક સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ વિદ્યાલયનાં ઉદઘાટન પ્રસંગે પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ત્રિ દિવસીય મહોત્સવ યોજાયો

રાજકોટ ગુરૂકુલની ૩૫મી શાખા વડોદરા નેશનલ હાઈવે નં.૮ ઉપર વરણામાં ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલ ઈન્ટરનેશનલ વિદ્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ. આ ઉદઘાટન નિમિતે ત્રિદિવસીય ઉત્સવનું આયોજન ન કરાયેલ પૂ. ગૂરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં યોજાયેલ મહોત્સવની રંગે ચંગે પૂર્ણાહુતિ કરવામાં આવેલ.

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર ૧૦૮ કલાકની અખંડ ધૂન, વચનામૃત દ્વિશતાબ્દી ઉપલક્ષ્યે વચનામૃતની ૯૩૦૭ કડીઓનાં માન સાથે હોમ હવન કરાયેલ ૨૨૫ ઉપરાંત મહિલા પુરૂષ યજમાનોએ મહાવિષ્ણુયાગમાં આંહુતિઓ અર્પી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ગૂ‚કુલ વિદ્યાલયનું ઉદઘાટન કરતા કહેલું કે ગરૂકુલ આપણી પુરાણી સંસ્કૃતિ છે. ભગવાનશ્રીરામ,શ્રી કૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ વગેરેને ગૂરૂકુલના સંસ્કારો બાલ્યાવસ્થામાં મળેલ આ વડોદરામાં રાજકોટ ગુરૂકુલની ૩૫મી સભામાં સીબીએસઈ સિલેબર્સ સાથે બાળકો દેશ વિદેશમાં મૂઠી ઉંચેરા થઈને જીવન જીવતા થશે એવી મને આશા છે.Vs 0938

ધૂળેટીના પવિત્ર દિવસે ઠાકોરજીને વૃક્ષની ડાળે બાંધેલ હિંડોળામાં ગૂ‚વર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ ઝૂલાવેલ રાજકોટથી પધારેલા લક્ષ્મીનારાયણ સ્વામી તથા સુરત, પોઈચા નીલકંઠ ધામના મહંત પૂરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ઠાકોરજીને નવાજેલ અ પ્રસંગે વડોદરાના વૈષ્ણવાચાર્ય પ. વ્રજરાજકુમારજી મહોદયે તેમજ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે શુભાશીર્વાદ પાઠવેલ જૂનાગઢ ગુરૂકુલના મહંત જ્ઞાનસ્વરૂપ સ્વામી તરવડાથી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, વ્રજભૂમિથી નારાયણચરણસ્વામી, હૈદરાબાદથી દેવપ્રસાદ સ્વામી, બેંગ્લોરથી કૃષ્ણચરણદાસજી સ્વામી, નાગપૂરથી, નિત્યસ્વ‚પ સ્વામી, વિદ્યાનગરથી અમૃતસ્વામ, ઉનાથી શ્રી હરિવદન સ્વામી જૂનાગઢ હીનાબાગથી પ્રીતમસ્વામી, વડોદરા વાડી મંદિરથી જગત સ્વામી મોરબીથક્ષ નીલકંઠદાસ સ્વામી, કલાલીથીસી પવન સ્વામી, જાંબુવાઘ ગૌલોક સ્વામી, હરિનગરથી શ્રી રંગદાસ સ્વામી, કારેલી બાગથી શ્રી શ્યમાસ્વામી, નવસારીથી શ્રી ભકિત વલ્લભસ્વામી તેમજ વડતાલ ટેમ્પલબોર્ડનાચેરમેન શ્રી દેવસ્વામી, શ્રી નૌતમ સ્વામી, શ્રી સંત સ્વામી વગેરે સંતો સંતમંડળ સાથે પધારેલ.

ઉત્સવના સંપાપન સમયે ૨૫૦ ફૂટ લંબાઈ અને ૪૫ ફૂટ ઉંચાઈ ધરાવતા ગૂરૂકુલ બિલ્ડીંગના સ્ક્રીમ ઉપર ૧૭ વિભાગોમાં ૭૦૦ ફૂટ એલડી ઉપર ૧૩૦ જેટલા ગૂરૂકુળ બાળ યુવા કલાકારોએ લાઈટ સાઉન્ડ શો દ્વારા ગૂરૂકુલ પરંપરાના એક કલાક સુધી અદભૂત દર્શન કરાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.