Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા વહિવટને પારદર્શી બનાવવાના ભાગરૂપે સરકારની યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ મળે તેવા પ્રયાસોના ભાગરૂપે આજરોજ  કલેકટર કચેરી, રાજકોટ ખાતે કલેકટર રેમ્યાઓ મોહનના અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આજરોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ઓપન હાઉસ કાર્યક્રમમાં મહેસુલ વિભાગની યોજનાઓના કુલ ૭૮ લાભાર્થીઓને કલેકટર રેમ્યા મોહનના હસ્તેા વિવિધ હુકમો એનાયત કરાયા હતા. જેમાં બિન ખેતીના ૬૧,  બિન ખેતી-પ્રીમીયમના ૨, પેટ્રોલીયમ એનઓસી ૪, ૬૬ કેવી સબ સ્ટેશન માટે ૨, જામવાળી ગામમાં ગોડાઉન માટે ૧,  ટેલીફોન એક્સચેન્જ માટે ૧,  સીટીઝનશીપ સર્ટીફિકેટ  ૫ તેમજ  રાવળા હક્કની જમીન કાયમી હક્કમાં ફેરવવા માટેના ૧ હુકમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત તમામ લાભાર્થીઓને હુકમો કલેકટર દ્વારા હાથો હાથ અર્પણ કરાયા હતા.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે,  વહિવટી તંત્રનો અભિગમ લોકાભિમૂખ છે. વહિવટી તંત્ર દ્વારા થતાં હુકમો ખુબ જ ઝડપથી લાભાર્થીઓને રૂબરૂ મળી શકે તે માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે. ઓપન હાઉસના માધ્યમથી લાભાર્થીઓને મહેસુલ વિભાગમાં કરાતી વિવિધ અરજીઓની ઓનલાઇન સિસ્ટમની સચોટ માહિતી મળી શકે છે. આ તકે અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ મહેસૂલ વિભાગની વિવિધ સેવાઓની ઓનલાઈન અરજીઓ અંગેની માહિતી આપી હતી. આ વેળાએ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.