Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના આદેશ અનુસાર વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં દુધસાગર રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં વોર્ડ નં.૬ અને ૧૫માં પાર્કિંગ તથા માર્જીનની જગ્યામાં ખડકાયેલા ગેરકાયદેસરના બાંધકામ અને દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

Dsc 3190આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં વલ્લભભાઈ ટુડીયા, ગુલાબભાઈ ધોળકિયા, દિલીપભાઈ કોટક, કરમણભાઈ ટોળીયા, લાલાભાઈ, જયેશભાઈ ગોહિલ, ધવલભાઈ ગોહેલ, પ્રકાશભાઈ કોટક, ચામુંડા ફરસાણ, સમરભાઈ બહાદુર, બચુભાઈ ધોળકિયા, સંજયભાઈ ભાંભર, સિંકદર ખાન, માં મોબાઈલ, પ્રકાશ જાનાણી, માં સ્ટેશનર્સ, સાગર કોલ્ડ્રીંકસ, રાજુભાઈ ભીલ, મંગલભાઈ ભગદેવ, શત્રુંદન શાહ, ગુલસન પાર્ક, ઈસ્માઈલ જુણેજા, નાસીર રાઉમા, ફિરોજ ચૌહાણ, ઈસ્માઈલ ભારમલ, વિનાયક સાદીકોટ, સંજયભાઈ મુડીયા, કેશુભાઈ રાઠોડ, કિરીટભાઈ રાઠોડ, સુરેશભાઈ મકવાણા, મહેન્દ્રસિંહ જાડેજા, બાલાજી પસ્તી ભંડાર, સરજુ પટેલ, મુકેશ રામાણી, ઈન્ડિયન સ્ટુડિયો સહિત કુલ ૪૭ સ્થળોએ માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા.

પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર ૧૩ વેપારીઓ દંડાયા

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે દુધસાગર રોડ પર મહાપાલિકા દ્વારા મહાપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા અલગ-અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ ૧૩ આસામીઓ પાસેથી રૂ.૬,૮૧૭નો દંડ વસુલ કરી ૬ કિલો પ્લાસ્ટીકનો અને ૧ ડસ્ટબીન જપ્ત કરી લેવામાં આવ્યું હતું. મારૂતિ પ્રોવિઝન સ્ટોર્સ, જય અંબે પાન, ગાંડુભાઈ પરમાર, વિનુભાઈ કાપડીયા, ગજાનંદ ડેરી, રાજબાઈ એજન્સી, રઘુવીર ઈલેકટ્રીક, સાંઈ પાન, ગુરૂકૃપા પાન, અમન પાન, ચામુંડા ટી સ્ટોલ અને ગુરૂકૃપા એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો હતો.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.