રાજકોટના રાજમાર્ગો રવિવારે માઁ ઉમિયાના જયઘોષથી ગુંજી ઉઠશે

57

પટેલ સેવા સમાજ આયોજીત રેલી માટે રાજકોટમાં કાર્યરત કડવા પાટીદાર સંસ્થાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ: બહેનો લાલ સાડીમાં અને ભાઇઓ ઝભ્ભામાં સજજ થશે

આગામી રવિવાર તા. ૮મી ડીસેમ્બરે સવારે રાજકોટ શહેરના રાજમાર્ગો કડવા પાટીદાર યુવક-યુવતિઓના બુલંદ શ્ર્વરમાં થનારા કુળદેવી માં ઉમિયાના જયઘોષથી ગુંજી ઉઠશે. લાલ સાડીમાં સજજ મહિલાઓ, ઝભ્ભાથી સજજ યુવાનો, કપાળમાં માં ઉમિયાના આશિષનું તિલક અને હાથમાં માં ઉમિયાના લક્ષચંડી યજ્ઞના દર્શને ઉંઝા આવવાનું કુળદેવીના નિમંત્રણ સ્વરુપ ધજા સાથે જયારે સેકડોની સંખ્યામાં યુવકો અને યુવતિઓ પોતાના સ્કુટર પર માતાજીનો જયઘોષ બોલાવતા નીકળશે ત્યારે શહેરનું પ્રભાત અનેરા ધર્મોલ્લાસથી તરબતર થઇ જશે.

ઊંઝા ખાતે બિરાજતા કુળદેવીના પાવન ચરણોમાં આગામી તા. ૧૮ થી રર ડીસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ યોજાવાનો છે. આ તવારીખી  ધર્મ-મિલનમાં સામેલ થઇ કુળદેવીના આશિષ લેવા પહોચવાનો સંદેશો રાજકોટમાં વસતા કડવા પાટીદારના ઘર સુધી પહોચાડવા પટેલ સેવા સમાજના નેજા હેઠળ યુવા તેમજ પ્રમુખ અરવિંદભાઇ કણસાગરા (ફિલ્મ માર્શલ) ના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય સ્કુટર રેલીનું આગામી તા. ૮મી ડીસેમ્બરે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં વિવિધ કડવા પાટીદાર સંગઠનો અનેક સેવાકીય પ્રવૃતિ કરી રહી છે. આ તમામ સંગઠનોના સક્રિય સહયોગથી યોજાનારી આ રેલી એક તરફ ધાર્મિક અને શ્રઘ્ધાપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરશે તો બીજી તરફ સામાજીક સંગઠન શકિતને વધુ સુદ્રઢ બનાવનારી પણ બની રહેશે. એવો દ્રષ્ટિકોટ શ્રી અરવિંદભાઇ કણસાગરાએ વ્યકત કર્યો હતો. આ અંગે તાજેતરમાં યોજાયેલી  વિવિધ સંસ્થાઓ અને અગ્રેસરોની સંયુકત મીટીંગમાં માં ઉમિયાઓ સંદેશો બુલંદ બનાવવા સૌએ નિરર્ધાર કર્યો હતો.

પટેલ સેવા સમાજ રાજકોટ સંગઠન સમીતીના ચેરમેન મનીષ ચાંગેલાના જણાવ્યાથી રવિવારે સવારે આઠ વાગ્યે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કુળદેવી ની મહાઆરતી કરી રેલીનું પ્રસ્થાન થશે. તમામ મહીલા અને યુવતિ માટે લાલ સાડી કુર્તિ અને યુવાનો માટે ઝભ્ભાનો ડ્રેસ કોડ નકકી કરાયો છે. ઉપરાંત વિવિધ સમાજ અને રાજકીય પક્ષો દ્વારામાં ઉમિયાનું સ્વાગત કરવામાં આવશેે. સામાજીક નિયમો અને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા સૌને ખાસ તાકીદ કરવામાં આવી છે. રેલીમાં સ્કુટર ચાલકોએ હેલ્મેટ પહેરવાનું ફરજીયાત બનાવાયું છે. પ્રસ્થાન બાદ માતાજીના બુલંદ જયઘોષ અને રેલીમાં ભવ્ય રીતે શણગારેલા માં ઉમિયાના રથ સાથે સ્કુટર રેલી જયારે બપોરે પાટીદાર ચોક પહોચશે ત્યારે પણ ભવ્ય મહાઆરતી થશે.

સ્પીડવેલ પાર્ટી પ્લોટથી પ્રસ્થાન અંબિકા ટાઉનશીપ, વસંતવાટિકા, બાપા સીતારામ ચોક, ઉમિયા ચોક, મવડી ચોકડી, નાના મવા સર્કલ, સૂર્યમુખી હનુમાન, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, કિંગ્ઝ હાઇટસ, અમીન માર્ગ, બીજ બજાર, મારુતિ ચોક, કાલાવાડ રોડ (આત્મીય કોલેજ) પુષ્કરધામ, ધુલેશીયા હોસ્ટેલ, સાધુ વાસવાણી રોડ, જનકપુરી પાટીદાર ચોક ખાતે સમાપન થશે. અંબિકા ટાઉનશીપ, ઉમિયા ચોક, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, મારુતિ ચોક, પુષ્કરધામ ઇન્દિરા સર્કલ, રવિરત્ન ચોક અને જનકપુરી ખાતે વિશેષ સ્વાગતનો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમની વિગતો મનીષભાઇ ચાંગેલા, કિશોરભાઇ ઘોડાસરા, સંજયભાઇ કનેરીયા, ઇશ્ર્વરભાઇ વાછાણી, કાન્તીભાઇ મકાતી, જગદીશભાઇ પરસાણીયા, રમેશભાઇ ઘોડાસરા, રમેશભાઇ વરાસડા, મગનભાઇ વાછાણી, રસિકભાઇ કાવઠીયા, વિશાલ વાછાણી, જયેશ ત્રાંબડીયા, સંજય ખીરસરીયા, રીતેષ ધરસંડીયા, વિજય ગોધાણી, હરેશ પાડલીયા, ડેનીશ કાલરીયા, કૌશિક ગોવાણી, પ્રફુલ શેખાત, પિયુષ સીતાપરા, રાજુ જીવાણી, નરેન્દ્ર ડઢાણીયા, રામભાઇ બેરા, વિજયભાઇ પાડલીયાએ આપી હતી.

તા. ૧૮ થી રર યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞના સાંસ્કૃતિક પ્રોગ્રામ: ઉંઝા ખાતે દરેક સાંસ્કૃતિક પ્રોગ્રામ રાત્રે ૮ કલાકે ચાલુ થશે

તારીખ ૧૮/૧૨/૨૦૧૯ને બુધવાર સચિન જીગર ની લાઇવ કોર્ન્સ્ટ, તારીખ ૧૯/૧૨/૨૦૧૯ ને ગુરૂવાર કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, જીગર દાન ગઢવીનો કાર્યક્રય, તારીખ ૨૦/૧૨/૨૦૧૯ ને શુક્રવાર સાંઇરામ દવે, આદિત્ય ગઢવીની સાહિત્યિક કાર્યક્રમ, તારીખ ૨૧/૧૨/૨૦૧૯ને શનિવાર પાર્થિવ ગોહિલ, ભૂમિ ત્રિવેદીનો કાર્યક્રમ, તારીખ ૨૨/૧૨/૨૦૧૯ને રવિવાર કીર્તીદાન ગઢવી, અને સાગર પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ,

Loading...