Abtak Media Google News

સૌરાષ્ટ્રનું પાટનગર અને શિક્ષણ હબ ગણાતા રાજકોટમાં જીટીયુનું રિજીયોનલ સેન્ટર સ્થાપવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત ટેકનિકલ શિક્ષણ મળશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને તાજેતરમાં સ્ટેટ એજયુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વિવેકાનંદ એન્જીનીયરીંગ કોલેજ કેમ્પસમાં ૨૮ એકર જમીન મંજૂર કરી છે. પરંતુ કોઈ પણ યુનિવર્સિટીને મંજૂરી માટે ઓછામાં ઓછી ૧૦૦ એકર જમીનની જ‚રીયાત હોય. જીટીયુ આગામી દિવસોમાં રાજયમાં જુદા જુદા સેન્ટરો શ‚ કરનાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં રાજકોટમાં પણ જીટીયુનું સેન્ટર શ‚ વાી સૌરાષ્ટ્રભરના વિર્દ્યાીઓને ટેકનીકલ શિક્ષણનું જ્ઞાન મળશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને યુજીસીની માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછી ૧૦૦ એકર જમીનની જ‚રીયાત હોય છે. અત્યાર સુધી એટલે કે છેલ્લા ૧૦ વર્ષી જીટીયુ યુજીસીની માન્યતા પ્રાપ્ત સર્ટીફીકેટ વિના ધમધમી રહ્યું હતું. જીટીયુ પાસે અત્યાર સુધી પુરતી ૧૦૦ એકર જમીન ન હોવાના કારણે યુજીસીની માન્યતા મળી ન હતી. પરંતુ તાજેતરમાં અમદાવાદની વિવેકાનંદ એન્જીનીયરીંગ કોલેજમાં જીટીયુને ૨૮ એકર જમીન ફાળવવામાં આવી છે. પરંતુ ૧૦૦ એકરની સરખામણીમાં યુજીસીનું સર્ટીફીકેટ મેળવવા માટે તે પુરતી ની.

આ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ કોઈ એક જગ્યાએ ૧૦૦ એકર જમીન મેળવવાના બદલે રાજયના જુદા જુદા શહેરોમાં જમીન મેળવી ત્યાં પોતાના સેન્ટર શ‚ કરવાનું નકકી કર્યું છે. જીટીયુના રજિસ્ટ્રાર બીપીન ભટ્ટે જણાવ્યું હતું કે, ચાંદખેડામાં જીટીયુના કેમ્પસ ઉપરાંત આગામી દિવસોમાં રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર ખાતે જીટીયુના રિજીયોનલ સેન્ટર શ‚ કરવામાં આવશે.

કોઈ પણ યુનિવર્સિટીને યુજીસીની માન્યતા પ્રાપ્ત કરવા ૧૦૦ એકર જમીન ઉપરાંત અન્ય નિયમો અને શરતોનું પણ પાલન કરવાનું હોય છે. જો કોઈ યુનિવર્સિટી પાસે યુજીસીની શરતોને આધીન વ્યવસ અને સગવડતા ન હોય તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન તરફી આપવામાં આવતી ગ્રાન્ટ તેમજ કેન્દ્ર સરકાર તરફી શૈક્ષણીક હેતુસર અપાતી ગ્રાન્ટ પ્રાપ્ત તી ની. એટલા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ રાજયના પાંચ મોટા શહેરોમાં જમીન મેળવવાની અને પોતાના રિજીયોનલ સેન્ટર સપવાની ગતિવિધિ શ‚ કરી દીધી છે.

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાની સો શિક્ષણનું હબ પણ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રભરના વિર્દ્યાીઓ અહીં ઉચ્ચ અભ્યાસર્એ આવતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું રિજીયોનલ સેન્ટર સપવાના નિર્ણયી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વિર્દ્યાીઓને તેનો લાભ મળશે અને છાત્રોને ઉચ્ચ અને ટેકનીકલ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.