Abtak Media Google News

તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત ર્એ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિ મંડળ ગયું હતું. આ પ્રતિનિધિ મંડળ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરાની આગેવાનીમાં ઉપપ્રમુખ હર્ષદભાઈ વિઠલાણી, રાજીવભાઈ દોશી, ઈન્ચાર્જ મંત્રી ઈશ્ર્વરભાઈ બ્રાંભોલીયા, ડાયરેકટર રમેશભાઈ ઝાલાવડીયા તા મયુરભાઈ શાહ સામેલ યા હતા.

શુભેચ્છા મુલાકાત દરમિયાન સૌપ્રમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત રાજયના વિકાસ અંગે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન રાજકોટના મુખ્યમંત્રી હોવાના નાતે રાજકોટ શહેરના વિકાસ અંગે કરેલા કાર્યો જેવા કે, રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, લોકોના પીવાના પાણીના પ્રશ્ર્ને સૌની યોજના અંતર્ગત આજીડેમમાં નર્મદા નીર ઠાલવવાનું કાર્ય નવું બસ સ્ટેન્ડ તા અન્ય કાર્યો કરી તેઓએ સંપૂર્ણપણે પૂર્ણ કર્યા છે તે બદલ તેઓનો આભાર માનવામાં આવ્યો હતો.ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઔદ્યોગીક વિકાસની જુદા જુદા જિલ્લાઓમાં રહેલી તકો અંગે જણાવવામાં આવ્યું અને આ તકોને ઝડપવા અને તે દ્વારા સૌરાષ્ટ્રના ઔદ્યોગીક વિકાસને ઝડપ આપવા ગ્રેટર ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રી તરફી સુચન કરવામાં આવ્યા કે, ગ્રેટર ચેમ્બર આ બધી જુદા જુદા જિલ્લાઓમાં રહેલી તકોને ઉજાગર કરવા માટેનું આયોજન કરી સરકાર સમક્ષ રજૂ કરશે તેમાં સરકાર તરફી સંપૂર્ણ સહકાર આપીશું તેની ખાતરી આપી હતી.

સમગ્ર આયોજન અંગે સૌરાષ્ટ્રના આગેવાન ઉદ્યોગપતિઓ સો મુખ્યમંત્રીની હાજરીમાં ગ્રેટર ચેમ્બર દ્વારા મીટીંગનું આયોજન કરાશે. આ શુભેચ્છા મુલાકાત ખૂબજ ફળદાયક નિવડી છે. સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો સોની મિટીંગનું આયોજન કરવા, ગ્રેટર ચેમ્બર દ્વારા આયોજનબદ્ધ રીતે તૈયારી શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં મિટીંગની તારીખ તા સ્ળ નક્કી યા બાદ વેપાર ઉદ્યોગના આગેવાનોને હાજર રહેવા વ્યક્તિગત આમંત્રણ પાઠવવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.