Abtak Media Google News

રાજકોટ ફી નિયમન સમિતિ દ્વારા ફી નિર્ધારણની કામગીરી પુરજોશમાં.

રાજકોટ ઝોન ફિ નિયમન સમિતિની કામગીરી ઉનાળાના વેકેશનમાં પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૨૭ શાળાઓની દરખાસ્તની સુનાવણી બાદ ફિનું નિર્ધારણ થઈ ચુકયું છે.

રાજય સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં ઉઘરાવવામાં આવતી તોતીંગ ફિ પર કાબુ મેળવવા માટે ખાનગી શાળાઓ માટે ફિ નિયમનો કાયદો લાવવામાં આવ્યો હતો તે માટે રાજકોટની ૧૯૦થી વધુ સ્કુલોએ હાઈકોર્ટમાં દરખાસ્ત કરી હતી જે અન્વયે કુલ ૨૭ સ્કુલોની દરખાસ્ત બાદ ફિનું નિર્ધારણ થઈ ચુકયું છે.

વેરાવળ સ્થિત આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા પ્રિ-પ્રાઈમરીથી ધો.૧૨ સાયન્સ અને કોમર્સ પ્રવાહ સુધીની ફિની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૨૭,૩૫૦થી ૬૯,૧૧૦ સુધીની ધોરણ ૧૧-૧૨ના વિજ્ઞાન પ્રવાહ માટેની ફિ માંગવામાં આવી હતી. ફિ નિયમન સમિતિ દ્વારા ધો.૧૧-૧૨ સાયન્સની રૂ.૩૩,૩૪૫ ફિ મંજુર કરવામાં આવી છે એટલે કે સુચિત ફિમાં ૬૦૦૦ થી ૩૩૦૦૦ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભાવનગરની નંદકુંવરબા ક્ષત્રિય ક્ધયા વિદ્યાલય અંગ્રેજી માધ્યમની ધો.૧ થી ૧૨ સુધીની સુચિત ફિમાં રૂ.૨૦૦૦ થી રૂ.૩૫૦૦ સુધીનો ઘટાડો કરી ફિ મંજુર કરાઈ છે.

ભાવનગરની ડોકટર વિરભદ્રસિંહજી ઉચ્ચતર માધ્યમિક શાળાની સુચિત ફિ રૂ.૨૩,૬૦૦ ઘટાડીને ૨૦૧૮-૧૯ માટે ૧૦ હજાર ફિ મંજુર કરાઈ છે. રાજકોટની ઈમ્યુનલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોલી રીન્ડીમર શાળાની ધો.૧૦ની ૨૦ હજાર ફી મંજુર કરાઈ છે.

અમરેલી જિલ્લાની વંડા કેળવણી મંડળ સંચાલિત વિવેકાનંદ પ્રાયમરી સ્કુલની રૂ.૧૫૦૦ થી લઈ ૨૯૦૦ વચ્ચે ફી મંજુર કરાઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.