Abtak Media Google News

કલેક્ટર દ્વારા નદી નાળા ન ઓળંગવા, જળાશયોમાં ન્હાવા ન પડવા અપીલ

રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાહત તથા બચાવની સઘન કામગીરી કરવામાં આવી હતી. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તથા પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એન.ડી.આર.એફ તથા  એસડીએફની ટીમોની મદદ લેવામાં આવી હતી. આ ટીમોને તા.૨૧ના રાત્રીથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવી હતી.

આપત્તિ નિવારણ શાખાના જણાવ્યા પ્રમાણે રાજકોટ તાલુકાના બેડી, માધાપર, કુવાડવા,મધરવાડા, બેડલા,પારેવાડા, સુર્યારામપરા,ડેરોઇ, રાજકોટ સીટીના કુલ ૩૬૫, જેતપુર તાલુકાના અમરનગર અને સ્ટેશનવાડીના ૭૦૦ તથા જસદણ તાલુકાના ૨૦૦ મળી તા.૨૨ જુલાઇ સુધીમાં કુલ ૧૨૨૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતરિત લોકો માટે દવાઓ અને આરોગ્ય વિષયક તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત જલ્લાના તમામ ગામમાં ભારે વરસાદના પગલે રોગચાળો ન ફેલાઇ તે અર્થે દવા વિતરણ અને આરોગ્યલક્ષી સલામતીના સધન પગલાઓ લેવામાં આવ્યા છે.

ભારે વરસાદને પગલે જીલ્લામાં જેતપુર જામકંડારણા, વિંછીયા, લોધિકા જસદણ, સહિતના તાલુકામાં નોંધાયેલ ૭ જેટલા માનવમૃત્યુ કેસોમાં તત્કાલીક સહાય મંજુર કરવામાં આવી છે. જયાં ૧૪ જેટલા પશુ મર્ત્યુમાં ૨ લાખની રકમ સહાયરૂપે ચુકવાયેલ છે. રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં વીજ પુરવઠો તથા વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ થઇ ગયેલ છે. નુકશાનગ્રસ્ત રાજકાટ જીલ્લાના પંચાયત હસ્તકના ૮ રસ્તા રાજય હસ્તકના ૪ સહિત કુલ ૧ર રસ્તાઓને તાત્કાલીક મરામત કરી વહાનવ્યવહાર પૂર્વવત કરકી દેવાયો છે.

હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાના કારણે વહિવટી તંત્ર સાબદુ છે. કલેક્ટર દ્વારા નદી નાળા ન ઓળંગવા, જળાશયોમાં નહાવા ન પડવા અપીલ કરાઇ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.