પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીથી રાજકોટ જિલ્લામાં વિકાસનો નવો અધ્યાય શરૂ

66

રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ ડિ.કે.સખીયા તથા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે, ૭૧મો પ્રજાસતાક પર્વ નિમિતે રાજકોટ જીલ્લામાં મેટોડા જી.આઈ.ડી.સી ખાતે ડ્રો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ તેમજ ગુજરાતના તમામ શહેરો અને તાલુકાને સ્માર્ટ બનાવવાની નેમ સાથે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ રાજકોટ જીલ્લામાં વિવિધ વિકાસ કાર્યો થકી જનસુખાકારી યોજનાઓ રાજકોટ જીલ્લામાં તા.૧૮એ મંત્રી આર.સી.ફળદુ, મંત્રી વિભાવરીબેન દવે, વિજયભાઈ દવે, મંત્રી યોગેશભાઈ પટેલ તા.૧૯એ મંત્રી કુવરજીભાઈ બાવળિયા, ડો.ભરતભાઈ બોઘરા, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી જવાહરભાઈ ચાવડા, મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, મંત્રી સૌરભભાઈ પટેલ, મંત્રી બચુભાઈ ખાબડ, મંત્રી કૌશિકભાઈ પટેલ, ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે ગોંડલ,  જામકંડોરણા, લોધિકા, ઉપલેટા, પડધરી, જેતપુર, ધોરાજી તાલુકામાં મંત્રીઓના વરદ હસ્તે ભાદરા જૂથ યોજના અંતર્ગત સાજડીયાળી અને ધોળીધાર ગામ સુધી પીવીસી લાઈન ઉપરાંત શહેર તાલુકાઓમાં કમ્પાઉન્ડ વોલ, કુપોષણ બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમ, પેવર બ્લોક, સીસી રોડ, કોઝવે કમ ચેકડેમ, શાળાના નવા ઓરડા, સિમેન્ટ રોડ, ભૂગર્ભ ગટર, લોધિકા ગ્રુપ રીસિંગ લીંક, નવી ગ્રામ પંચાયતોની કચેરીઓ, ૬૬ કેવી સબસ્ટેશનો, ખેડૂતલક્ષી યોજનાઓના ખેતી વિષયક કનેકશનો, પોલીસ આવાસોના બાંધકામો, આંગણવાડીના મકાનો, લાભાર્થીઓને અનુભવો તથા પ્રમાણ પત્ર વિતરણ, પ્રિકાષ્ટ પેવીંગ બ્લોક, પાણીની ટાંકી, ડી.વાય.એસ.પી.કચેરી બાંધકામ ટાઉન હોલ બનાવવાનું ખાત મુહુર્ત, પાણી પુરવઠાની યોજનાઓના ખાત મુહુર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

આ તકે ગુજરાત રાજ્યના મંત્રીઓ ચેરમેનોને જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં ખાતમૂહુર્તો કરે છે ત્યાં લોકાર્પણ કરે છે. સરકાર દ્વારા ઝડપી અને ખેડૂતહિત લક્ષી કાર્યો હાથ ધરીને પ્રજાને સુવિધા પૂરી પાડવામાં ભાજપા સાકાર કટિબદ્ધ છે. સરકાર ટ્રાન્સપરન્સી અને પારદર્શકતા અને ઈમાનદારી અને પ્રમાણિકતાથી લોકોના કામ કરવાનો એક માત્ર એજન્ડા રહ્યો છે અને વહીવટી વ્યવસ્થામાં ગતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે. વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ સૌ પ્રથમ મેહ્સુલમાં ઓનલાઈન આખી વ્યવસ્થા ઉભી કરીને પ્રીમીયમ નક્કી કરવું. વારસાઈ નક્કી કરવી, સાતબારમાં નામો ચડાવવા, નકશા પાસ કરાવવા વગેરે કામોને ઓનલાઈન કરીને વચેટીયાઓ અને ભ્રષ્ટાચારીઓના દલાલોના દરવાજાઓ સરકારે બંધ કરીને સંપૂર્ણ ટ્રાન્સપરન્સી સાથે સરકાર આગળ વધી રહી છે. આવતા દિવસોમાં કેશલેસ વ્યવસ્થા કરીને મિકેનીજમ ટેકનોલોજીથી તમામ કામોની પ્રક્રિયાઓને ટેકનોલોજીથી સિધી મંજુરી મળી રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. ખેડૂતોને હવે જીલ્લા અને તાલુકાની કચેરીઓમાં જવાની જરૂર નહિ પડે સીધા ઘર બેઠા જ તમામ કામો થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.

Loading...