Abtak Media Google News

અન્ડર ૧૪ ફૂટબોલ, વોલીબોલ અને જુડોની સ્પર્ધામાં સ્પર્ધકો ઝળકયા

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર દ્વારા ખેલ મહાકુંભ ૨૦૧૮નું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત રેસકોર્ષ ખાતે ફૂટબોલ અંડર ૧૪ તથા બાલભવન ખાતે બાસ્કેટબોલ અંડર ૧૪ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.3 49અબતક સાથેની વાતચીત દરમિયાન ફૂટબોલ કોચ મયુરધ્વજસિંહ ઝાલા એ જણાવ્યું કે ખેલ મહાકુંભ ૨૦૧૮માં આજે આપણે ભાઈઓ માટે અંડર ૧૪ની શરૂઆત કરી એ છીએ આ સ્પર્ધામાં ૨૭ ટીમોએ ભાગલીધો છે. આ ટુર્નામેન્ટ બે દિવસ સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડમાંચાલવાની છે.1 80

અડર ૧૪ ગર્લ્સ, અંડર ૧૪, બોયસ, અંડર ૧૭, ગર્લ્સ, બોયસ, સીનીયર બોયસ ગર્લ્સ બધાનું ફાયનલ છેલ્લા દિવસે રાખવામાં આવશે. આ રાજકોટ સીટીનો મહાકુંભ છે. તેથી રાજકોટ સીટીમાં જે સ્કુલ છે તે પાર્ટીસીપેટ કરી શકે.5 21અબતક સાથેની વાતચીત દરમિયાન કન્વીનર રાજકોટ સીટી બાસ્કેટબોલ ફોર ખેલ મહાકુંભના દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યુ કે આજની ટુર્નામેન્ટ અંડર ૧૪ બાસ્કેટબોલમાં ૮ ટીમોએ ભાગ લીધેલો હતો.

જેમાથી અત્યારે સેમીફાઈનલમાં પહોચેલ છીએ જેમાં એક સેમીફાઈનલમાં એસ.એન.કે. અને સેન્ટપોલ એ વર્સીસ આર.કે.સી. હતુ જેમાં બે સેન્ટપોર્લ એ. એસ.એન.કે. ફાઈનલમાં પહોચી છે. આ કોમ્પીટીશનમાં સેન્ટપોલ, આર.કે.સી. સેન્ટમેરીઝ, એસ.એન.કે. માસૂમ, કેન્દ્રીય વિદ્યાલય વગેરેએ ભાગ લીધેલો છે.4 34અબતક સાથેની વાતચીત દરમિયાન એસ.એન.કે. સ્કુલનાબાસ્ક્ટ બોલ કોચ દિનેશભાઈ એ જણાવ્યું કે મારી ટીમ આજે ખેલ મહાકુંભ ૨૦૧૮/૧૯નો અંડર ૧૪ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટમાં ફાઈનલમાં પહોચી ગયા આવી બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ કરતા રહીશું તો રાજકોટ તથા ગુજરાતનું ભવિષ્ય બાસ્ક્ટ બોલમાં સાંરૂ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.