ધો.12 સાયન્સમાં 84.69% પરિણામ સાથે રાજકોટ જિલ્લો ગુજરાતમાં પ્રથમ

ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ 71.69 અને છોકરીઓનું 70.85% રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે 84.69 ટકા પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે.

રાજય નું પરિણામ :- 71.34 %
રાજકોટ જિલ્લાનું પરિણામ :- 84.69%

( રાજયમાં વધું પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ જિલ્લો )

                                                    વિદ્યાર્થીઓની વિગત 

નોંધાયેલ: 8483
હાજર : 8479

                                           રાજકોટ જિલ્લા ના કેન્દ્ર વાર પરિણામ

1: ધોરાજી :- 88.23
2: ગોડલ :- 91.36
3: જેતપુર :- 76.08
4: રાજકોટ (ઇ) :- 75.70
5: રાજકોટ (વેસ્ટ) :- 85.77
6: જસદણ :- 77.18

ગ્રેડ વાર પરિણામ રાજકોટ જિલ્લા

A1 = 07 A2 = 357
B1 = 1210 B2 =1817
C1 = 2016 C2 =1516
D = 257 E1 = 001

Loading...