રાજકોટ ડિસ્ટ્રિકટ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક મળી

સાંસદ મોહનભાઈ કુંડારીયાની અધ્યક્ષતામાં

વિવિધ યોજનામાં ચાલુ વર્ષે થયેલી પ્રગતિ અંગે સમીક્ષા કરાઈ

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા રચાયેલ ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ એન્ડ મોનિટરિંગ કમિટી, દિશાની બેઠક રાજકોટ કલેકટર કચેરી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના, શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન ,દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, નેશનલ રૂરલ, લાઇલીહુડ મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,અટલ મિશન રેજયુવેનેશન  એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, સ્માર્ટ સિટી મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ,સંકલિત બાળ વિકાસ યોજના નેશનલ હેલ્થ મિશન , પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વાસ્મો, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ,ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઝેશન પ્રોગ્રામ, સર્વ શિક્ષા અભિયાન, જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ સહિતની યોજનામાં ચાલુ વર્ષે થયેલી પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદએ કોરોના સંક્રમણ વચ્ચે જરૂરી સાવચેતી સાવધાની અને સરકારના નિયમોનું પાલન કરીને વિકાસના કાર્યો આગળ ધપાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  અનિલ  રાણાવસિયાએ યોજનાકીય રૂપરેખા આપી હતી.આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  જે.કે.પટેલએ જરૂરી સંકલન કર્યું હતું. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડા, જિલ્લા આયોજન અધિકારી  ટોપરાણી, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...