Abtak Media Google News

કલેકટર વિક્રાંત પાંડેને અમદાવાદ જિલ્લા કલેકટર તરીકે મુકાયા

જૂનાગઢ કલેકટર ડો. રાહુલ ગુપ્તા રાજકોટના નવા કલેકટર

આસી.કલેકટર પ્રભવ જોશી કચ્છ ડીડીઓ તરીકે મુકાયા

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું સત્ર પૂર્ણ થતા જ ૬૭ આઇએએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ કર્યા છે. આ બદલી હુકમમાં ૨૧ કલેકટર, ૨૦ ડીડીઓ સહિત કુલ ૬૭ સનદી અધિકારીની બદલી કરવામાં આવી છે, મોટાભાગના જિલ્લાઓમાં કલેક્ટર- ડીડીઓની બદલી થતાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરાયા છે.

રાજ્યની રૂપાણી સરકારની બીજી ટર્મમાં પ્રથમ વખત જ મોટાપાયે બદલીઓ થઇ છે. અમદાવાદ કલેક્ટર અવંતિકા સિંઘને તાલીમ અને રોજગારમાં મૂકી તેમના સ્થાને રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે. આ બદલી ઓર્ડરમાં કેટલાક વિભાગોના કમિશનર અને નિયામકની પણ બદલીઓ કરાઇ છે.

વધુમાં બદલી હુકમ અન્વયે જૂનાગઢ કલેકટર ડો.રાહુલ ગુપ્તાને રાજકોટ જિલ્લા કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે જયારે સુરતના કલેક્ટર મહેન્દ્ર પટેલના સ્થાને ધવલ પટેલને મૂકવામાં આવ્યા છે. વડોદરાના કલેક્ટર તરીકે શાલીની અગ્રવાલની નિમણૂક થઈ છે. સુરતના કલેક્ટર મહેન્દ્ર પટેલને ગાંધીનગર ખાતે નવી ઊભી કરાયેલી કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટેશન તરીકે મૂકવામાં આવ્યા છે.

નવસારીના કલેક્ટર તરીકે ડો. એમ.ડી. મોડિયાની નિમણૂક થઈ છે. સુરતના ડે. કમિ. નાગરાજનની નિમણૂક અરાવલીના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. સંદીપ સગાલેની નિમણૂક બનાસકાંઠા કલેક્ટર તરીકે કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી પ્રભવ જોશીને કચ્છ ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે સાથે સાથે એસીએસટી અમદાવાદના બી.કે.પંડ્યાને રાજકોટ પીજીવીસીએલના એમ.ડી.તરીકે મુકવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.