Abtak Media Google News

બહુજન સમાજ પાર્ટી ગરીબો અને વંચિતો માટે કાર્ય કરશે: હોદેદારો અબતકના આંગણે.

બીએસપી ગુજરાત પ્રદેશ પ્રભારી છકુરામ તથા બીએસપી ગુજરાત પ્રદેશ પ્રમુખ એડવોકેટ અશોકભાઈ ચાવડાના આદેશ અનુસાર વસંતપંચમીના દિવસે ગૌતમ બુધ્ધ વિહાર,દાસી જીવણપરા રાજકોટમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા સંગઠન, સમીક્ષા તથા કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવેલ હતી તેમાં ગુજરાત પ્રદેશ બીએસપીના મહાસચીવ દામજીભાઈ સોંદરવાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લા તથા તાલુકાકક્ષાએ નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ.

આ બેઠકમાં ઝોન કોડીનેટર તરીકે અર્જુનભાઈ ચૌહાણ તથા કિરણભાઈ મકવાણાની નિમણુંક કરવામાં આવેલ હતી. તથા રાજકોટ જિલ્લા બીએસપીમાં જિલ્લા પ્રમુખમાં અજય સારીખડા, ઉપપ્રમુખમાં ડો. પ્રકાશકુમાર ચાવડા, જિલ્લા મહામંત્રી તરીકે વરજાંગભાઈ સોહલા, જિલ્લા ખજાનચી તરીકે અશ્ર્વીનભાઈ ચૌહાણ, તથા જિલ્લા કાર્યાલય મંત્રી તરીકે માધુભાઈ ગોહેલની વરણી કરવામાં આવેલ હતી.

આ બેઠકમાં રાજકોટ શહેરમાં ઉપપ્રમુખ તરીકે જોગાભાઈ રાતડીયા, શહેર મહામંત્રી તરીકે આશીક તંબોલી તથા શહેર ખજાનચી તરીકે જયંતીભાઈ સોલંકી તથા વિધાનસભા ૬૮ના પ્રમુખ તરીકે વાસુદેવ સોલંકી તથા ઉપપ્રમુખ તરીકે શરદભાઈ સરૈયા તથા લોધીકા તાલુકાના પ્રમુખ તરીકે જગદીશભાઈ પરમાર તથા ગોંડલ તાલુકાના પ્રમુખ તરીકે લક્ષ્મણભાઈ ચાવડાની વરણી કરવામાં આવી શહેર સચીવ તરીકે વિપુલ બોરીચાની વરણી કરવામાં આવી છે.

ઉપરોકત કાર્યક્રમમાં બામસેફના આનંદભાઈ ચાવડા હાજર રહ્યા હતા. આ સાથે બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો મહેબુબ તંબોલ, અસલમભાઈ, સાજીદ ખેતાણી, દિપકભાઈ પરમાર, વિજયભાઈ પરમાર, અજય ચાવડા, આશીષ રાઠોડ રાજુભાઈ ચૌહાણ, કમલેશભાઈ રબારી, રાહુલ ખારવા, કમલેશ મકવાણા, તાજ મહેમદ પઠાણ ભાવેશભાઈ પરમાર, મુકેશભાઈ વાલેરા, જીતુભાઈ મઢવી, દિપકભાઈ ચાવડા વગેરે એ ‘અબતક’ની મુલાકાત લીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.