Abtak Media Google News

જીલ્લા અને તાલુકા મથકોએ બેઠકોનો ધમધમાટ: ૭૫૦૦૦ લોકો ઉમટી પડશે

વડાપ્રધાન  માન. નરેન્દ્રભાઇ મોદીજી રાજકોટ તા.૨૯ને ગુરુવારએ અનેકવિધ કલ્યાણકારી  યોજના અંતર્ગત તેમજ આજીમાં નર્મદાના પાણી, દીવ્યાંગોને સહાય તેમજ રોડ શો ના ભવ્ય આયોજનની તડામાર તૈયારીના ભાગરુપે રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ અઘ્યક્ષ ડીે.કે. સખીયાના અઘ્યક્ષાને પ્રદેશ ભાજપના ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, પ્રદેશ ઉપાઘ્યક્ષ જશુમતીબેન કોરાટ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉ૫સ્થિત રહ્યા હતા. આ બેઠકનું સંચાલન ભાનુભાઇ મેતાએ કર્યુ હતું.

પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાએ બેઠકને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માન. પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા બાદ રાજકોટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઘણા વર્ષો પછી બીજા એવા વડાપ્રધાન છે કે જેઓ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જેના જાજરમાન સ્વાગત માટે રાજકોટ જીલ્લાના અલગ અલગ તાલુકામાંથી ૭૫૦૦૦ ગ્રામ્યજનો ઉમટી પડશે અને વડાપ્રધાનનું ભવ્યાતિતભવ્ય સ્વાગત કરશે. ઉપરોકત પ્રવાસ દરમ્યાન રાજકોટમાં નર્મદાના પાણી આજીમાં ભરાશે. નર્મદાના પાણીના વધામણા કરીને રાજકોટ જીલ્લાને દુષ્કાળમુકત કરી દુષ્કાળને ભૂતકાળ બનાવશે.

કોંગ્રેસએ નર્મદા ડેમને રાજકીય આટાપાટામાં રોકીને ગુજરાતમાં ઘાસના તણખા માટે ખેડુતો અને માલધારીઓ તડપતા જેના કારણે ખેડુતોને આપઘાત કરવો પડતો. આજે ગુજરાતનો ખેડુત સમૃઘ્ધ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે. લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડાપ્રધાનશ્રીને આવકારવા થનગનાટ કરી રહ્યા છે.

આ તકે અઘ્યક્ષ ડી.કે.સખીયાએ જીલ્લા અને તાલુકાની માહીતી આપતા જણાવ્યું હતું કે, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, ભાયાવદર શહેર, જામકંડોરણા, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી , રાજકોટ જસદણ, વીછીંયા, તાલુકા-શહેર સહીત તમામ તાલુકામાં બેઠક યોજાઇ હતી અને તેમાંથી તાલુકામાંથી ૧૦૦૦૦ જીલ્લામાંથી ૭૫૦૦૦ લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સત્કારવા ઉ૫સ્થિત રહેશે.આ બેઠકમાં જીલ્લા પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડા, વિસ્તારક તથા પ્રકાશભાઇ સોની, તા.પં. પ્રમુખ ઘોઘુભા જાડેજા, તા.પં. ઉપપ્રમુખ વિજયભાઇ દેસાઇ, નિર્મળભાઇ કુવાડીયા, જીલ્લા ઉપપ્રમુખ નીતીનભાઇ ઢાંકેચા, સહીતના હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.