Abtak Media Google News

કોગ્રેંસ દ્વારા સંસદની કાર્યવાહ ખોરવવાની ઘટનાના વિરોધમાં : ઢેબર ચોક ખાતે ઉ૫વાસ આંદોલન : ભાજપના તમામ હોદ્દેદારોને ઉપસ્થિત રહેવા અનુરોધ 

રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરાની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, આવતીકાલ તા.૧૨ને ગુરુવારના રોજ કેન્દ્રીય ભાજપા દ્વારા રાષ્ટ્રાવ્યાપી કાર્યક્રમ નક્કી થયા મુજબ ભાજપાના તમામ સાંસદો દ્વારા તેમના મત વિસ્તારમાં એક દિવસનો પ્રતિકાત્મક ઉપવાસ કરવામાં આવશે. જેના ભાગરુપે રાજકોટના ઐતિહાસિક ઢેબર ચોક ખાતે આવતી કાલે સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી રાખવામાં આવ્યો છેBhanubhai Meta 1

સખીયા-મેતાએ વધુમાં જણાવ્યું કે, કોગ્રેંસએ દેશની પ્રજાને ઉંધા ચશ્માં ચડાવવા ખોટા પ્રશ્નો રજૂ કરીને સંસદની કાર્યવાહ ચાલવા ન દઇને કોગ્રેંસએ દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે ખોટા બુમબરાડા પાડીને સંસદની કાર્યવાહ ખોરવીને કોગ્રેંસએ ફરી એક વખત તેની નકારાત્મક માનસિકતા છતી કરી છે તેની સામે ભાજપાના સાંસદોએ નૈતિકતા બતાવીને ૨૩ દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જીલ્લા ભાજપાના સાંસદ અને ભાજપાના કાર્યકરો, હોદ્દેદાર, આગેવાનો ઢેબર ચોક ખાતે એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ કરી કોગ્રેંસની માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી મુકવામાં આવશે.

આ ઉપવાસમાં રાજકોટ જીલ્લાના સંસદ ખાસ ઉપસ્થિત રહી ઉપવાસ કરશે તેમની સાથે જીલ્લામાં રહેતા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારઓ, જીલ્લા સંકલન સમિતિના સભ્યઓ, જીલ્લા હોદેદારઓ, ધારાસભ્યઓ, મોરચાઓના જીલ્લા પ્રમુખઓ, શહેર/તાલુકાના ભાજપના પ્રમુખ-મહામંત્રી, બોર્ડ નિગમના ચેરમેન-વાઇસ ચેરમેન, ડીરેક્ટરઓ, જીલ્લા સ્તરની સહકારી ક્ષેત્રની સંસ્થાના ચેરમેન વાઇસ ચેરમેન, જીલ્લા પંચાયતના પક્ષના ચૂંટાયેલા સભ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના તમામ કાર્યકર્તાઓએ ઢેબર ચોક ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.