રાજકોટ જિ. પં.ની સામાન્ય સભા દિવાળીના ગેટ-ટુ-ગેધર જેવી!!

ટર્મની છેલ્લી સભામાં કોઈ મહત્વનો મુદ્દો નહિ: શાપર વેરાવળને નગરપાલિકાનો દરજ્જો આપવા સરકારમાં દરખાસ્ત: પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ બે દિવસ પૂર્વે બંધ બારણે કરી લેવાયો: પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ’આવજો, ટાટા, બાય-બાય’ ચાલ્યું

જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભા દિવાળીના ગેટ-ટુ- ગેધર જેવી બની છે. ટર્મની છેલ્લી સામાન્ય સભા હોવા છતાં આ સભામાં કોઈ મહત્વનો મુદ્દો ન હોય અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે આવજો, ટાટા, બાય-બાય’ ચાલ્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભા દિવાળીના ગેટ-ટુ- ગેધર જેવી રહી હતી. આ સભામાં શાસક અને વિપક્ષ બન્નેમાં સુષતી જોવા મળી છે. સભા બાદ તમામ પદાધિકારીઓ ઘરભેગા થવાના હોય એકબીજાને ટાટા- બાય-બાય કહેવામાંથી ઉંચા આવવાના નથી. આ બેઠકમાં કોઈ મહત્વના મુદ્દાઓ નથી. સભામાં ખાસ ગણાતો એવો પ્રશ્નોત્તરી રાઉન્ડ બે દિવસ પૂર્વે જ બંધ બારણે પૂરો કરી લેવામાં આવ્યો હતો. જેથી આ સામાન્ય સભા શાંત બની હતી.

અર્જુનભાઇ ખાટરિયાના જણાવ્યા મુજબ આ સભામાં શાપર વેરાવળને નગરપાલિકાનો દરજ્જો આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.

શાપર વેરાવળ તરફથી રજુઆત મળી હોય જેથી આ મામલે સરકારનું ધ્યાન દોરવા આ દરખાસ્ત કરવામાં આવી છે.

Loading...