Abtak Media Google News

13,66,000 ના મુદામાલ સાથે કુલ પાંચ ઇસમોને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય, એલ.સી.બી. પોલીસ

2 ઓગષ્ટના રોજ જસદણ ખાતે આવેલ મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢીના કર્મચારી અમિતકુમાર હરેશભાઇ નાયક, તથા સાહેદ વસંતભાઇ ઉર્ફે રઘુભાઇ ચંદનભાઇ પટેલ બન્ને મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢી ની ઓફીસ ખાતેથી રોકડ રૂપિયા 2,70,000 તથા હિરા ના જુદી જુદી સાઇઝ નાં  પાર્સલ નંગ-13કિંમત રૂપિયા 9,60,000/- નાં લઇને બાઇકમાં નિકળ્યા હતા તે દરમ્યાન જસદણથી આટકોટ તરફ જતા રોડ ઉપર ધ્રૃવ જીન પાસે રાત્રીના આઠેક વાગ્યાના સમયે પાછળથી એક સફેદ કલર ની ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી તેઓને પછાડી દઇ, ફોર વ્હીલ ગાડી માંથી એક ઇસમ આવી, ફરીયાદી પાસે રહેલ રોકડ રૂપિયા તથા હિરા ના પડીકા ભરેલ થેલો મળી કુલ રૂપિયા 12,30,000 ની લુંટ કરી નાશી ગયેલ હતા.​​

Whatsapp Image 2018 08 24 At 5.55આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, બલરામ મીણા, પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ તરફથી સત્વરે આ ગુન્હાનો ભેદ ઉકેલવા સુચના થતા, તેઓ સાહેબશ્રીના સીધા માર્ગદર્શન અને સુપરવિજન હેઠળ રાજકોટ ગ્રામ્ય, એલ.સી.બી. ની ટીમ દ્રારા ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ તપાસ હાથ ધરવામાં આવેલ દરમ્યાન હે.કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. રહિમભાઇ અલારખાભાઇ દલ ને મળેલ હકિકત આધારે આ ગુન્હાના આરોપીઓને લુંટ ના મુદામાલ તથા લુંટમાં વપરાયેલ વાહન સાથે પકડી પાડી આ વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.