Abtak Media Google News

ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાની જાહેરાત: સંઘે એક મહિનામાં ત્રીજી વખત દૂધના ભાવમાં વધારો કર્યો

રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા દૂધ ઉત્પાદકોને તા.૧લી મે થી પ્રતિ કિલોફેટના રૂ૫૮૦/- ચુકવવામાં આવશે તેવી દૂધ ઉત્૫ાદક સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ કરેલ છે.

સંઘના અઘ્યક્ષ વધુમાં જણાવેલ કે સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોને ઉનાળાની સીઝનમાં પાણી અને ઘાસચારાની અછત સામે આર્થિક ટેકો મળી રહે તે માટે ચાલુ નાણાંકિય વર્ષમાં દૂધના ખરીદ ભાવમાં આ ત્રીજો ભાવ વધારો નજીકના સમયમાં કરવામાં આવેલ છે. તા. ૧લી એપ્રિલ થી રૂ ૫૫૦/- તથા તા. ૧૧ એપ્રિલ થી રૂ૫૬૦/- દૂધના ખરીદ ભાવમાં ઉતરોતર વધારો કરી અને હવે પછી તા. ૧લી મેથી રૂ૫૮૦/- કરવાનો નિર્ણય કરેલ છે.

સૌરાષ્ટ્રના લગભગ તમામ દૂધ સંઘ કરતાં વધુમાં વધુ ભાવ ચુકવવાની સંઘના નિયામક મંડળની નીતી રહેલી છે.

સંઘ દૂધ ઉત્૫ાદકોને દૂધના ભાવની સાથે ઇનપુટ સેવા હેઠળ પશુ સારવાર, પશુ સંવર્ધન, પશુ આહારની વિવિધ યોજનાઓ બનાવી તેમાં સહાય આપી દૂધ ઉત્૫ાદકોને દૂધના વ્યવસાયમાં વધુ વળતર મળે તે માટે પણ મદદરુપ થાય છે. સાથોસાથે દૂધ ઉત્પાદકો માટે દૂધના વ્યવહાયનું અને સહકારી માળખાની જાણકારી મળે તે માટે વિવિધ શૈક્ષણિક અને તાલીમ યોજનાઓ દ્વારા વ્યવાવસાયિક સ્કીલ ડેવલોપમેનટ પ્રોગ્રામ પણ ચલાવે છે.

સામાજીક સેવાઓના ભાગરુપે સંઘ સભાસદો માટે ગ્રુપ વીમા યોજના અને પર્સનલ એકસીડન્ટ વીમા યોજના હેઠળ દૂધ ઉત્૫ાદકોના કુદરતી મૃત્યુમાં રૂ૬૫૦૦૦/- અને અકસ્માત મૃત્યુમાં રૂ ૩ લાખ નો વિમા કવર કરી વારસદારોને સલામતી અને આર્થીક સહાય મળી રહે તે માટે વિમાની યોજના અમલમાં મૂકેલ છે.

જેમાં પ્રિમીયમ પેટે સંઘ લાખો ‚પિયા ભોગવે છે. સંઘ દ્વારા ૨૦૧૭-૧૮ ના વર્ષમાં આ યોજના હેઠળ વિમેદારના વારસદારોને રૂ ૭૬.૪૦ લાખનો વિમો મંજુર કરાવી ચુકવાયેલ છે. અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ru ૧૩ લાખ વિમેદારના વારસદારોને ચુકવાયેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.