Abtak Media Google News

વકીલો સુત્રોચ્ચાર કરી કોર્ટ  કાર્યવાહીથી અલીપ્ત રહ્યા બાબ એસોસીએશન ઠરાવ પ્રસા કરી ટેકો જાહેર કર્યો

બરોડા બાર એસો.ના એડવોકેટ પર ગત કાલે થયેલા લાઠીચાર્જના વિરોધમાં પગલે રાજકોટ બાર એસો. સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને આજે કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહી સુત્રોચ્ચાર કરી બરોડાના એડવોકેટને સમર્થન આપતો ઠરાવ કર્યો છે. તેમજ ડીસ્ટ્રીકટ કોર્ટમાં અમુક વકીલો દ્વારા બહાર ગામથી આવેલા સાક્ષી અને પંચોની જુબાની ચુસ્ત બંદોબસ્ત સાથે લેવામાં આવેલી તેમજ એડવોકેટ દ્વારા લોબીમાં રામધુન બોલાવી વિરોધ વ્યકત કર્યો હતો.

વધુ વિગત મુજબ બરોડા (વડોદરા) શહેરમાં નવાો કોર્ટ સંકુલમાં વકીલો ને નવા કોર્ટ સલુકમાં બેઠક વ્યવસ્થા અંગે રજુઆત કરવા ગયેલા ત્યારે ડીસ્ટ્રીકટ જજ તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ મળેલો નહી અને વકીલો રજુઆત કરતા હતા ત્યારે પોલીસ બોલાવી અને વકીલો ઉપર લાઠીચાર્જ કરવામાં આવેલો તેમા ઘણા વકીલોને ઇજાઓ થયેલી હોય ઉપરોકત બનાવને રાજકોટ બાર એસો.ની કારોબારી કમીટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે વકીલો ઉપર થયેલ અમાનુશી લાઠીચાર્જ ની ઘટનાને દુ:ખદ ગણાવેલી છે તથા રાજકોટ બાર એસો. બરોડા બાર એસો. ને ટેકો આપે છે. અને તેના સમર્થનમાં તા. ૨૦-૩-૧૮ ના મંગળવારના રોજ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનું ઠરાવવામાં આવે છે.

આજે ઉધતી અદાલતે બાર એસો.ના હોદેદારો અને એડવોકેટો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઇ બરોડામાં  વકીલો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં સુત્રોચ્ચાર કરી ઘટનાને વખોડી હતી.

Vlcsnap 2018 03 20 12H51M09S66જયારે કોર્ટે કાર્યવાહી દરમ્યાન વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા હતા.

ઉપરાંત ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતી કાર્યવાહી દ્વારા વકીલો કાર્યવાહી બંધ કરવા ગયેલા ત્યારે બારનો ઠરાવ અમોને બંધનકર્તા નથી તેવું જણાવતા વકીલો દ્વારા લોબીમાં બેસી જઇને રામધુન બોલાવી વિરોધ કર્યો હતો. આ તકે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડા ઉતારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટ કાર્યવાહી ચાલી હતી.આજની ઘટનામાં વકીલોમાં જુથવાદ દેખાયો હોવાનું ચર્ચાય રહ્યું છે. બરોડામાં વકીલો સાથે થયેલા બેહુદી વર્તનને સખ્થ શબ્દોમાં વખોડી અને ભવિષ્યમાં આવું ન બંને  તે માટે સમર્થન જાહેર કર્યુ હતું.ઉપરોકત ઠરાવને રાજકોટ બાર એસો.ના પ્રમુખ અનીલભાઇ આર.દેસાઇ, ઉપપ્રમુખ બકુલભાઇ રાજાણી, સેક્રેટરી દીલીપભાઇ જોશી, જોઇન્ટ સેકેટરી રુપરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્ર્વીનભાઇ ગોસાઇ, લાયબ્રેરી સેક્રેટરી જતીનભાઇ ઠકકર, તથા કારોબારી સભ્ય સર્વે સંદીપભાઇ વેકરીયા, અજયભાઇ પીપળીયા, નીશાંતભાઇ જોશી, રોહીતભાઇ ઘીઆ, સંજયભાઇ જોશી, કૌશિકભાઇ વ્યાસ, ગૌરાગભાઇ માંકડ, નીરવભાઇ પંડયા, એન્જલ સરધારા મીનાક્ષીબેન ત્રિવેદીએ સમર્થન આપેલી છે. તેમજ એડવોકેટ શ્યામલ સોનપાલ, અશોકસિંહ વાઘેલા, સંજય પંડયા, અંતાણી અને જીજ્ઞેશ જોષી સહીત સીનીયર જુનીયર એડવોકેટો હાજર રહ્યા હતા.

Vlcsnap 2018 03 20 12H51M27S253

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.