Abtak Media Google News

પત્ની કેન્સર સામે ઉગરી જતા અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજકોટમાં આવેલા માતાના મઢ સુધી પગપાળા ચાલીને જવાની માનતા પૂર્ણ કરવા દંપતિ નિકળ્યું હતુ: વિસામો લીધો ત્યાં બંનેને કાળ ભેટયો

પત્ની કેન્સરના રોગમાંથી સ્વસ્થતા પતિએ અમદાવાદ સિવિલ હોસ્પિટલી રાજકોટ માતાના મઢ સુધી પગપાળા દર્શન કરવા જતાં હતાં. ત્યારે લીંબડી નેશનલ હાઇવે ઉઘલના બોર્ડ પાસે થાક ખાવા ઝાડના છાંયડે સુતેલા આ રાજકોટનાં દંપતીને અજાણ્યો કારચાલક કચડીને ફરાર થઇ જતાઅરેરાટી ફેલાઇ હતી.

રાજકોટ નવાગામ કુવાડવા રોડ પોલીસ ચોકી પાસે રહેતા ૫૦ વર્ષના દેવીબેન ઉર્ફે ભાવનાબેન જીવાભાઈ ભોજકને કેન્સરની સારવાર અમદાવાદ હોસ્પિટલ ખાતે ચાલુ હતી. ત્યારે તેમના પતિ૫૨ વર્ષના જીવાભાઈ બાબાભાઈ ભોજકે જો પત્ની સ્વસ્થ થઈ જશે તો અમદાવાદથી ચાલીને રાજકોટ ખાતે આવેલા મઢ સુધી બન્ને દંપતિ કરીને દર્શન કરવા જશે તેવી જીભ કચરી હતી.

દેવીબેન સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા તા. ૬ ઓક્ટોબરને શનિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલી બન્ને દંપતિચાલીને રાજકોટ બાધા કરવા માટે નીકળ્યા હતા. ત્યારે તા. ૯ ઓકટોબરના રોજ લીંબડી નેશનલ હાઈવેના ઉઘલના બોર્ડ પાસે લીંબડાના ઝાડ નીચે સુતેલા દંપતીને કચડીને કારચાલક કાર ઘટનાસ્ળે છોડીને ભાગી ગયો હતો.

કાર ચડી જતા જીવાભાઈ ભોજકનું ઘટનાસ્ળે મોત નીપજ્યું હતું. જ્યારે દેવીબેન ઉર્ફે ભાવનાબેનને લીંબડીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા હતા. તે સમયે રસ્તા વચ્ચે તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. આ બનાવની જાણ તથા વઢવાણ પોલીસ મકના પી.કે.ગઢવી, ધીરેશભાઈ કમેજળીયા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતક દંપતિનુ પીએમ લીંબડી સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યુ હતું. અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ અકસ્માત મોતનોગુનો નોંધી વધુ તપાસ વઢવાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.