Abtak Media Google News

આમ્રપાલી બ્રિજ સહિતના વિવિધ પ્રોજેક્ટસની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

ટ્રાફિકની સમસ્યાનો ક્રમશ: ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. આ માસમાં કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આજે ત સવારે આમ્રપાલી અન્ડરબ્રીજ સહિતના વિવિધ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનરશ ઉદિત અગ્રવાલે સ્થળ વિઝીટ કરી હતી.

આમ્રપાલી અન્ડરબ્રીજ સહીત ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક નાખવાની ચાલતી કામગીરીમાં જિલ્લા ગાર્ડન વોટર વર્કસ હેઠળ જયરાજ પ્લોટ, કોઠારીયા વોટર વર્કસ હેઠળ વેલનાથ સોસાયટી અને વાવડી વોટર વર્કસ હેઠળ શ્રીજી સોસયટીમાં રૂબરૂ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.

સાયકલના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટ પણ તુર્તમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે રેસકોર્ષનાં કિશાનપરા ચોક ખાતે પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટનું તુર્ત જ લોન્ચ કરવા અંગેની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં શહેરીજનો માટે નજીકનાં સ્થળોએ પહોંચવા માટે માય બાઈક એજન્સી મારફત પબ્લિક બાઈક શેરીંગ સ્ટેશન મારફત પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. શહેરીજનો આ પ્રોજેક્ટ હેઠળની સાયકલનાં વપરાશ કરવા માટે નિર્ધારિત સ્થળ પર માત્ર એક વખત રજીસ્ટ્રેશન કરાવી, મોબાઈલ એપ્લીકેશનની મદદથી સાયકલ લઇ એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકાશે તથા નિર્ધારિત સ્થળ પર સાયકલ જમા થયા બાદ મુસાફરી પૂર્ણ થયેલ ગણાશે તથા વપરાશકર્તાનાં મોબાઈલ એપ વોલેટમાંથી સાયકલ ભાડાની ચૂકવણી થઇ જશે અને સાયકલ શેરીંગ માટે વારંવાર રજીસ્ટ્રેશન વિગેરે પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. આ યોજના શરૂ થવાથી રાજકોટ શહેરનાં નાગરિકોને પબ્લિક બાઈક શેરીંગ પ્રોજેક્ટ હેઠળ બાઈસિકલ સર્વિસ મળી રહેશે, ટ્રાફિકની સરળતા રહેશે, પ્રદુષણ ઘટશે, લોકોના આરોગ્યમાં સુધારો થશે, પાર્કિંગના પ્રશ્નનું નિરાકરણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.