Abtak Media Google News

સીર્નજી હોસ્પિટલમાં દાખલ કોરોના પીડિત ત્રણ દર્દીઓની તબીયત પણ સુધારા પર હોવાનો દાવો: રાજકોટમાં હવે કોરોનાગ્રસ્ત છ દર્દીઓ

દેશભરમાં કોરોના વાયરસ ઝડપભેર ફેલાઈ રહ્યો છે. તેમાંથીગુજરાત રાજય પણ બાકાત નથી રાજયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૫૧ને પાર કરી ગઈ છે.ત્યારે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં છેલ્લા સાત દિવસમાં કોરોના પોઝીટીવનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જેથી રાજકોટમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૦ જ રહેવા પામી છે. જેમાંથી આ પહેલા ત્રણ અને ગઈકાલે એક દર્દીના કોરોનાના બે રિપોર્ટો નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવતા જેથી રાજકોટમાં હવે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા હવે છ રહેવા પામી છે. જેમાના મોટાભાગના દર્દીઓની તબીયત સુધારા પર હોય આરોગ્ય તંત્રએ નિરાંતનો શ્ર્વાસ લીધો છે.

રાજકોટની સીર્નજી હોસ્પિટલમાં આવલે આઈસોલેશન આઈસીયુમાં કોરોનાના ચેપગ્રસ્ત ચાર દર્દીઓ દાખલ છે. જેમાના રાકેશ હાપલીયા નામના યુવાનની તબીયત સતત સુધારા પર હોય તથા તેમના બે રીપોર્ટો નેગેટીવ આવ્યા હતા. જેથી આ યુવાનને સ્વસ્થ હાલતમાં ગઈકાલ સાંજે હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરીને તેમના ઘરે જવા દેવામાં આવ્યા છે. જયારે આ હોસ્પિટલમાં દાખલ અન્ય ત્રણ દર્દીઓની તબીયત પણ સુધારા પર હોવાનું હોસ્પિટલના ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.; જયેશભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું.

હિમ્મત અને તબીબોનાં વિશ્ર્વાસથી કોરોના સામે જંગ જીત્યો: રાકેશ હાપલીયા

અબતક સાથેની ખાસ મુલાકાતમાં સીર્નજી હોસ્પિટલમાં ડીસ્ચાર્જ મેળવનારા દર્દી રાકેશ હાપલીયાએ જણાવ્યું હતુકે રીપોર્ટ નેગેટીવ આવતા હું ઘરે જઈ રહ્યો છુ તો એક ખૂશીની લાગણી અનુભવાઈ રહી છે. સાથોસાથ સીર્નજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડના તબીબો તથા સ્ટાફના લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે. શરૂઆતમાં મને કોરોના પોઝીટીવ આવ્યા બાદ મારી પત્નિને પણ પોઝીટીવ આવતા થોડો ભય લાગતો હતો પરંતુ તબીબોએ મને વિશ્ર્વાસ અપાવ્યો અને હિંમત આપી જેના કારણે જ મારા તંદુરસ્ત રીપોર્ટ આવ્યા છે. મારી હિંમત અને તબીબોનો વિશ્ર્વાસથી હું આ જંગ જીતી શકયો છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.