Abtak Media Google News

મ્યુનિસિપલ કોર્પોરેશનને માસ્ક, ગ્લોવ્ઝ અને સેનિટાઇઝર્સ સુપ્રત કર્યાં

રાજકોટ જિલ્લા માટે કુલ ૧૩૦૦૦ માસ્ક, ૩૦૦૦ ગ્લોવ્ઝ અને ૩૦૦૦ સેનિટાઇઝર્સની સહાય

એસ્સાર ફાઉન્ડેશને કોવિડ-૧૯ સામેની લડાઇને વધુ મજબૂત કરવા રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીમતી રામ્યા મોહનને ૬૫૦૦ માસ્ક, ૧૫૦૦ ગ્લોવ્ઝ અને ૧૫૦૦ સેનિટાઇઝર્સ સુપરત કરીને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેવાની કટીબદ્ધતાને પુન:મજબૂત કરી છે. વધુમાં એસ્સાર ફાઉન્ડેશને ૬૫૦૦ માસ્ક, ૧૫૦૦ ગ્વોલ્ઝ અને ૧૫૦૦ સેનિટાઇઝર્સ રાજકોટ મ્યુનિસિપલ કમીશનર ઉદિત અગ્રવાલ વતી એડિશનલ મ્યુનિસિપલ કમીશનર ચેતન નંદાનીએ સુપરત કર્યાં હતાં. આ પ્રસંગે રાજકોટના મામલતદાર એન.પી. અજમેરા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Dsg 1

કોવિડ-૧૯ કટોકટીમાં સરકારના પ્રયાસોને સહયોગ કરીને મદદરૂપ બનવા બદલ શ્રીમતી રામ્યા મોહન અને ઉદિત અગ્રવાલે એસ્સાર ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે એસ્સાર ગ્રુપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પાંખ એસ્સાર ફાઉન્ડેશન કારોબાર અને સમુદાયો વચ્ચે સંતુલન જાળવવા માટે હંમેશા કટીબદ્ધ રહ્યું છે. એસ્સાર ફાઉન્ડેશન હંમેશાથી આપાતકાલીન સ્થિતિમાં સમાજ અને સરકારને સહોયગ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. હાલમાં ગુજરાતમાં એસ્સાર ગ્રુપ દેવભૂમી દ્વારકા ખાતે પાવર અને પોર્ટ બિઝનેસ તથા હજિરામાં પોર્ટ અને પાવર બિઝનેસનું સંચાલન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.