Abtak Media Google News

મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ૧૩ થી ૧૮ ઓગષ્ટ દરમિયાન ટુર્નામેન્ટ યોજાશે વિજેતા ખેલાડીઓને આરએમસી દ્વારા ૩ લાખના રોકડ પુરસ્કાર અપાશે: ચેસ પ્લેયર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ‘અબતક’ને આંગણે

બુઘ્ધિમતાની શ્રેષ્ઠ રમતમાં જેની ગણતા થાય છે તેવી રમત ચેસ નું રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સહયોગથી રાજકોટ ચેસ પ્લેયર એસો. દ્વારા બીજીવાર સ્માર્ટસીટી રાજકોટ, ઓપન ફિડે રેટીંગ ચેસ ટુર્નામેન્ટનું જાજરમાન આયોજન આગામી તા. ૧૩ થી ૧૮ છ દિવસ સુધી થનાર છે. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતીખભાઇ ભારદ્વાજ, કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને મેયર બીનાબેન આચાર્ય ઉ૫સ્થિત રહેશે. આ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનિ. કોર્પો.બોર્ડના અઘ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અરવિંદભાઇ રીયાણી, લાખાભાઇ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, અનુસુચીત જાતી મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, મુ.નિ. કમિશ્નર બંછાનીધી પાની, પૂર્વ મેયર જૈમીનભાઇ ઉપાઘ્યાય, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ સાશક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, દંડક અજયભાઇ પરમાર, સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન આશિષભધાઇ ઉપસ્થિત રહેશે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ મ્યુનિ. કોર્પો. દ્વારા ૮૩ ઇનામો જેની કુલ રકમ રૂા ૩ લાખ થાય છે. તે વિજેતા થયેલ ખેલાડીઓને આપવામાં  તથા ચેસ ટુર્નામેનટનું સ્થળ રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ બોલબાલા માર્ગ (પારડી રોડ) આનંદનગર કોમ્યુનીટી હોલ યુનિટ નં.૧ તથા યુનિટ નં.ર ની વ્યવસ્થા ફ્રિ ઓફ કોસ્ટ કરી આપેલ છે.

આ ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનામ રૂા ૩૫ હજાર, બીજું ઇનામ રૂા ૨૫ હજાર, ત્રીજું ઇનામ રૂા ૧૭.૫૦૦ એમ મળી કુલ રૂા ૩ લાખકેશ પ્રાઇઝ તેમજ ૧૮ ટ્રોફી મળી કુલ ૮૩ ખેલાડીઓને આપવામાં આવશે. આ ઉપરાંત આ સ્પર્ધામાં ર૦૦ પ્લયર્સ ઉતરશે. આ તકે ચેસ પ્લેયર્સ એસોસીએશનના કિશોરસિંહ જેઠવા, ચેતન કામદાર, કેયુર પરમાર, નિમીષ પરીખ, શૈલી અજમેરા, જાગૃતિ બાબરીયા, હેતલ ઝાલા અબતકની મુલાકાત લીધી હતી. આ ટુર્નામેનટ ઓલ ઇન્ડીયા ચેસ ફેડેરેશન ગુજરાત ચેસ એસો. તથા રાજકોટ ડિસ્ટ્રીકટ ચેસ એસો. ના સહયોગ પ્રાપ્ત થયેલ છે. રાજકોટમાં ચેસ પ્લેયર્સનું એક નવું એસોસીએશન બનાવવામાં આવ્યું છે જે નોન પ્રોફીટ એસોસીએશન અને ચેસ ના ઉભરતા ખેલાડીઓને રેટીંગ ટુર્નામેન્ટનો વધારે લાભ લઇને રાજકોટના ઘર આંગણેના યંગ જનરેશનને સારુ પ્લેટફોર્મ પુરુ પડાય તેવા શુભ આશયથી આ આરસીપીએ ની સ્થાપના કરવામાં આવેલ છે.

કો. સ્૫ોન્સર તરીકે જયોતિ સીએનસી મેટોડા, રાજુ એન્જીનીયરીંગ લી. શાપર, બાન લેમ્બ, ઓ.એલ. પોપટ ચેરીટેબલ, રાજકોટ, એનલીવન, રોલેક્ષ રીંગ, પેલીકન, એન્જલ પમ્પસ, વિક્રમ વાલ્વસ, યુરાટોપ સોલાર ગોંડલ, ઇ ટીવા સ્નેકસ, યુ ફેશ મીલ્ક, દાવત કોલ્ડ્રીકસ, બીગ એફએમ., અંજન્તા સ્ટેશનર્સ, સીટી ગાઇડ નો સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ ઉ૫રાંત ઇનોવેટીવ ઇન્ટશનેશલન  સ્કુલ ડાયનેમીક ચેસ એકેડમી, વન્ડર ચેસ કલબ તથા ગુજરાત લેવલની રાજકોટ સહીતની તમામ ચેસ ની એકેડમીએ સહકાર આપેલ છે.

આ ટુર્નામેન્ટમાં ૪ (આઇએમ) ઇન્ટરનેશલન માસ્ટર્સ તથા અન્ય (૧-જીએમ) ગ્રાન્ડ માસ્ટર્સ (ડબલ્યુજીએમ) વુમન ગ્રાન્ડ માસ્ટર્સ ઉપરાંત ૧૯૦૦ રેટીંગ ઉપરના ૧૧ ખેલાડી તથા ઓલ ઇન્ડીયાના ગુજરાત- સૌરાષ્ટ્ર તથા રાજકોટ સહીતના હાઇ ઇન્ટશનેશલ રેટેડ ખેલાડીઓ ભાગ લેવાના હોય આ ટુર્નામેન્ટ રમવા માટે ખેલાડીઓમાં અને જોવાનો લ્હાવો લેવા માટે રંગીલા રાજકોટની ચેસ પ્રેમી જનતાને અનુરોધ છે.  એકોમોડેશન તથા અન્ય વધુ વિગત માટે કિશોરસિંહ જેટવા મો. નં. ૯૯૨૫૨ ૪૮૨૫૧, પરીનભાઇ પટેલ મો. નં. ૯૮૯૮૭ ૪૯૪૬૬, મનીષ પરમાર મો. નં. ૯૮૨૫૧ ૧૨૨૨૭, કેયુરાઇ  પરમાર ૯૮૯૮૩ ૨૮૮૨૨, મિતેષાઇ બોરખતીરીયા મો. નં ૯૧૭૩૬૦૧૮૯૦, ચેતનભાઇ કામદાર મો. નં. ૯૨૫૬૪ ૭૨૨૫૯ ઉપર સંપક સાધવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.