Abtak Media Google News

વિજળીને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવતા પીજીવીસીએલના અધિકારીઓ નવા કનેકશન મેળવવા, મીટરને લગતા પ્રશ્ર્નો, વીજ સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્ય

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વેપાર ઉદ્યોગ અને પ્રજાને સ્પર્શતા વિજળીના પ્રશ્ર્નો અંગે પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લી.ના મુખ્ય ઈજનેર તથશ તેઓની ટીમ સાથે યોજવામાં આવેલ ઓપન હાઉસમાં ચીફ એન્જીનીયર (ટેક) ગાંધી ચીફ એન્જીનીયર (પ્રોજેકટ) કોઠારી ચીફ ફાઈનાન્સ મેનેજર મજેઠીયા એડી. ચીફ એન્જીનીયર ધામેલીયા અજાગીયા રાજકોટ શહેર અધિક્ષક ઈજનેર રાજકોટ ગ્રામ્ય અધિક્ષક ઈજનેર જોશી ઉપસ્થિત રહ્યા હતા તેઓ સમક્ષ વિજળીના વપરાશકારોના વિવિધ પ્રશ્ર્નોની રાજકોટ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી.

મિટીંગના પ્રારંભમાં સૌને આવકારી રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ વિજળી આજે સર્વે માટે અનિવાર્યબની છે અને વિશાળ વર્ગને સ્પર્શે છે. ત્યારે તેના ઉદભવતા પ્રશ્ર્નોનું ત્વરીત અને યોગ્ય નિરાકરણ લાવવું જ‚રી છે. તે ઉદેશથી આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયાએ સભ્યોના તેમજ વિવિધ એસોસીએશનો તરફથી આવેલા વિજળીના પ્રશ્ર્નો જેવા કે નવા કનેકશન મેળવવા, હૈયાત કનેકશનમાં વધારો ઘટાડો, નામ ટ્રાન્સફર, એનર્જી બીલને લગતી બાબતો, મિટણને લગતા પ્રશ્ર્નો , વિજ સમસ્યાઓ જેવા વિવિધ પ્રશ્ર્નો પીજીવીસીએલના અધિકારીઓના ધ્યાન ઉપર મૂકયા પીજીવીસીએલના ચીફ એન્જીનીયર ગાંધી એ ચેમ્બર તરફથી થયેલ પ્રશ્ર્નો અંગે વિગતવાર પ્રત્યુતર આપેલ અને નીતિવિષયક પ્રશ્ર્નોની યથાસ્થાને રજૂઆત કરીશુ તેમ જણાવી સ્થાનીક લેવેલના પ્રશ્ર્નોના તુરંત યોગ્ય નિરાકરણ કરવા ખાત્રી આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.