Abtak Media Google News

એસજીએસટી સ્પેશિયલ કમિશનર સમીર વકીલ તેમજ જોઈન્ટ કમિશનર ડી.વી.ત્રિવેદી અને ઈ.એસ.શેખે વેપારીઓને વિસ્તૃત વિગતો આપી

રાજકોટ ચેમ્બર ઓફ એન્ડ ઈન્ડસ્ટ્રી અને રાજકોટ જીએસટી બાર એસો.ના સંયુક્ત ઉપક્રમે “વેરા સમાધાન યોજના-૨૦૧૯ અંગે જાણકારી-માર્ગદર્શક અંગે યોજવામાં આવેલ સેમિનારમાં વેચાણ વેરા, વેટ, કેન્દ્રીય વેચાણ વેરો, મોટર સ્પીરીટ ટેક્ષ, એન્ટ્રીટેક્ષ વગેરે કાયદો હેઠળ વેપારીઓએ કોઈ રકમ ભરવાની બાકી હોય તો તેના માટે વ્યાજ અને દંડ માફીની તથા ભરેલ વેરાની આનુશાંગિક માંડવાળ અંગે જાણકારી આપવામાં આવેલ.

સેમિનારના પ્રારંભમાં રાજકોટ જીએસટી બાર એસો.ના પ્રમુખ મહેન્દ્રભાઈ પુજારાએ પ્રાસંગીક ઉદ્બોધન કરી એસજીએસટના સ્પેશ્યલ કમિશનર સમીર વકીલ, એડીશનલ કમિશનર અચ.જે.પ્રજાપતિ, જોઈન્ટ કમિશનર ડી.વી.ત્રિવેદી અને જોઈન્ટ કમીશનર ઈ.એસ.શેખ, જોઈન્ટ કમિશનર વી.એન.ગુર્જર તા ડેપ્યુટી કમિશનર ડી.એન.ગોયાણીને સેમિનારમાં આવકારેલ. વેરા યોજનાની કાર્ય પધ્ધતિની સરળ રીતે જાણકારી આપવામાં આવશે તો સૌ માટે ઉપયોગી બની રહેશે તેમ જણાવેલ. બાદ એસજીએસટી સ્પેશિયલ કમિશનર સમીર વકીલ, એડીશનલ કમિશન એચ.જે.પ્રજાપતિ, જોઈન્ટ કમિશનર ડી.વી.ત્રિવેદી તા ડેપ્યુટી કમિશનર ડી.એન.ગોયાણીએ વેરા સાધાન યોજના કર ભરનાર વર્ગ અને વહીવટી તંત્ર માટે ખૂબ સરળ યોજના છે તેમ જણાવી વેરા સમાધાન યોજનાની જોગવાઈઓ-અરજી કરવાની સમયગાળો તા.૧૫-૯-૧૯ થી ૧૫-૧૧-૧૯નો છે તેમાં ફક્ત વેરાની રકમ ભરવાી વ્યાજ અને દંડમાંથી માફી, તા.૩૦-૬-૧૭ સુધીની આકારણી બાકી હોય તો પણ સ્વૈચ્છીક ભરણુ ભરી આ યોજનાનો લાભ મેળવી શકાશે. બાકી રકમ પૈકી ૧૦% ભરીને બાકીની રકમ ૧૧ માસિક હપ્તામાં ભરવાની સવલત, બાકી લેણા પેટે અગાઉ આંશિક રકમનું ચુકવણું કર્યું હશે તો, આ યોજના પ્રમાણે ભરવાની થતી વેરાની રકમના ૫૦%ની મર્યાદામાં અગાઉ ભરેલ રકમ ટેમીશન/મજરે આપવા, વગેરે વેરા સમાધાન યોજનાની જોગવાઈઓ અંગે વિગતવાર જાણકારી આપી આ યોજનાનો વધારેમાં વધારે લાભ લેવા જણાવેલ.

ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપારીઓ તરફથી પુછવામાં આવેલપ્રશ્નોના વિગત સાથે ઉતરો પણ આપવામાં આવેલ. સેમિનારના અંતે આભારવિધિ રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ ર્પાભાઈ ગણાત્રાએ કરેલ અને સમગ્ર સેમિનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદ્ મંત્રી નૌતમભાઈ બારસીયાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.