Abtak Media Google News

બોલેરો પીકઅપનમાંથી ૨૧૬૦ બોટલ વિદેશી દારૂ કબ્જે: એક ફરાર

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ધરમનગર આવાસ યોજનાના કવાર્ટર નજીકથી બોલેરો પીકઅપમાં રૂ.૭ લાખની વિદેશી દારૂ લાવેલા ત્રણ શખ્સોને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી રૂ.૧૨.૩૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધરમનગર આવાસ યોજનાના કવાર્ટર પાસે જી.જે.૧૧ટીટી. ૭૩૪૪ નંબરના બોલેરો પીકઅપ વાનમાં વિદેશી દારૂનો જંગી જથ્થોનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એચ.બી.ધાંધલ્યા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસે કમલેશ રાજુ રામાણી, શાહરૂખ અનવર શમા અને નિતિન મનહરલાલ દેવનાણી નામના શખ્સોને રૂ.૭.૫૬ લાખની કિંમતની ૨૧૬૦ બોટલ વિદેશી દારૂ અને રૂ.૪.૫૦ લાખની કિંમતનો બોલેરો પીકઅપ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન મહેબુબ હુસેનખાન પઠાણ નામનો શખ્સ ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે. ત્રણેય શખ્સો વિદેશી દારૂ કયાંથી લાવ્યા અને કોને ડીલીવરી કરવાની હતી તે અંગે પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.