રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ મગફળીથી છલોછલ: આજે વધુ ૨૨૦૦૦ ગુણીની આવક

મહત્તમ રૂા.૧૧૦૦ સુધીના ભાવે મગફળીની આવક

આજરોજ રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળીની આવક વધુ એક વખત શરૂ કરાતા ૨૨૦૦૦ ગુણીની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રભરનાં તમામ માર્કેટીંગ યાર્ડમાં દિન -પ્રતિદિન મગફળીની આવક વધવા પામી છે.

રાજકોટ નવા યાર્ડ ખાતે મગફળીનો સ્ટોક થતા છેલ્લા ત્રણ દિવસથી આવક બંધ કરાઈ હતી. હરરાજીના પ્રમાણમાં આવક વધુ રહેતા તેમજ ભેજવાળી મગફળી વધુ આવતી હોવાથી આવક પર પ્રતિબંધ મુકાયો હતો. ત્યારે ગઈકાલ સાંજથી પડતર તમામ મગફળીની હરરાજી થઈ જતા નવી આવક શરૂ કરી દેવામાં આવી હતી. ગઈકાલે રાજકોટ ઉપરાંત આસપાસનાં ગ્રામ્ય વિસ્તાર તેમજ હળવદ ડિસ્ટ્રીકમાંથી મગફળીનો નવો માલ આવ્યો હતો. ગઈકાલે સીઝનની સૌથી વધુ ૨૨૦૦૦ ગુણીની આવક થવા પામતા યાર્ડ મગફળીથી ઉભરાયું હતુ.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિની પરિસ્થિતિએ ભેજવાળી મગફળી પ્રમાણમાં વધુ હોય જેથી સરેરાશ ભાવ રૂા.૭૦૦ થી ૧૦૦૦ સુધીના બોલાઈ રહ્યા છે.

જોકે આજરોજ નંબર ૯ મગફળીના રૂા.૧૧૦૦ સુધીના ભાવ ખેડૂતને ઉપજયા હતા. મગફળી ઉપરાંત નવા કપાસની પણ માર્કેટીંગ યાર્ડમા ધીમેધીમે આવક થઈ રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Loading...