આવાસ યોજનામાં ગ્રીન બિલ્ડીંગ સર્ટિફીકેશન પ્રાપ્ત કરનાર રાજકોટ બન્યું દેશનું પ્રથમ શહેર

86

મહાપાલિકા દ્વારા આવાસોમાં ઉર્જા કાર્યક્ષમતા અને આરામદાયક જીવનશૈલી માટે નવીન અભિગમ એટલે સ્માર્ટઘર-૩

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વેસ્ટઝોન વિસ્તારમાં વોર્ડ નં ૧૧, આર્યલેન્ડ રેસીડેન્સી પાસે પર સ્માર્ટઘર ૩ યોજના અંતર્ગત ૧૧૭૬ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.  આ પ્રોજેક્ટમાં યુનિક, ઇનોવેટીવ, આરામદાયક અને ઉર્જા કાર્યક્ષમ ડીઝાઈન બનાવવા માટે બિલ્ડીંગ ડીઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરીને ઘરના અંદરનું તાપમાન ૩૦ થી ૩૧ ડીગ્રી વચ્ચે રહે તે મુજબ સ્થાનિકે કામગીરી કરાવવામાં આવેલ છે.

જે માટે દરેક બિલ્ડીંગમાં બહારની દક્ષીણ બાજુએ કેવીટીવોલ નુ આયોજન કરવામાં આવેલ છે. તેમજ બારીઓની ઓપનેબલ ડીઝાઈન, વેન્ટીલેશન શાફ્ટ, વિગેરે સામેલ છે. તેમજ ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સિપલ્સને ધ્યાને રાખીને ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર ઙટ સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને બિલ્ડીંગ લે-આઉટમાં ગ્રીન સ્પેસનું આયોજન કરવામાં આવેલ છે. ચણતર માટે અઅઈ બ્લોકસનો ઉપયોગ કરવામાં આવેલ છે. તે સાથે યોજનાને ઈંક્ષભહીતશદય બનાવવા માટે આંગણવાડી અને શોપિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવેલ છે.

આ સર્વે પાસાઓને ધ્યાને લઈને કેન્દ્રીય નોડલ એજન્સી  (GRIHA (Green Rating for Integrated Habitat Assessment) દ્વારા દેશને સર્વ પ્રથમ રાજકોટ શહેરને આ એવોર્ડમાં સન્માનિત કરવામાં આવેલ છે.

Loading...