Abtak Media Google News

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં યોગના વિચારો આપતા યુનો દ્વ્રારા તા.૨૧ જુન વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવેલ. જેના અનુસંધાને છેલ્લા બે વર્ષથી યોગ દિન ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા ૨૧ જુનના વિશ્વ યોગ દિન નિમિતે શહેરમાં જુદા જુદા ૫ સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો સમુહમાં યોગ ક્રિયામાં જોડાય તે માટે નમૂનેદાર આયોજન કરવામાં આવેલ.

 

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કૃષિ શહેરી અને ગૃહ નિર્માણ મંત્રી વલ્લભભાઈ વઘાસીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, , કલેકટર ડો. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અને શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પારડી રોડ ખાતે પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, અનિતાબેન ગૌસ્વામી,

ગૌતમભાઈ ગૌસ્વામી, મુકેશભાઈ મહેતા, અનીશભાઈ જોશી તેમજ આસી. કમિશનર વાસંતીબેન પ્રજાપતિ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નાના મવા સર્કલ પાસેના મેદાન ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, ડે. કમિશનર આર.જે. હાલાણી, આસી. કમિશનર એચ.કે.કગથરા, શિક્ષણ સમિતિ સદસ્ય કિરણબેન માંકડિયા, તેમજ અગ્રણીઓ મહેશ રાઠોડ, રઘુભાઈધોળકિયા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સાધુ વાસવાણી રોડ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ ડે.મેયર દીપાબેન ચિકાણી, ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, સંગીતાબેન છાયા, શહેર ભાજપ મંત્રી તથા કાર્યક્રમમાં ઇન્ચાર્જ વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, અશ્વિનભાઈ ભોરણીયા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આશ્રમના (રણછોડદાસ બાપુ)વંડા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, શાસક પક્ષ નેતા અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, દલસુખભાઈ જાગાણી, સજુબેન કળોતરા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ જન મેદની દ્વ્રારા સામુહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો. યોગાભ્યાસથી સર્વત્ર પવિત્ર વાતાવરણ બન્યું અને તન, મન તંદુરસ્તની શાથે વિશ્વ શાંતિ અને એકતા સાથે લોકો સંકલ્પબદ્ધ થયા. આ યોગમાં જાતિ અને ધર્મથી પર રહી, આબાલ વૃધ્ધ સહિત સૌએ યોગ ક્રિયાઓ કરી હતી અને યોગને પોતાના જીવનની દિનચર્યા બનાવવા સંકલ્પ રજુ થયા હતા. વહેલી સવારથી જ શહેરીજનો સ્થળ પર એકત્રિત થવા લાગ્યા હતા અને ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તમામ સ્થળોએ સૌ પ્રથમ દીપ પ્રાગટ્યથી પ્રારંભ થયો ત્યારબાદ ભારતના વડા પ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંદેશ રજુ કરાયો હતો. યોગનું માર્ગદર્શન તેમજ  નિદર્શન પતંજલિ, બ્રહ્માકુમારીઝ તથા આર્ટ ઓફ લીવીંગ સંસ્થા દ્વ્રારા કરવામાં આવેલ હતું. સૌ પ્રથમ શાસ્ત્રોમાં જેનું મહત્વ આપવામાં આવેલ છે. તેવા ઓમના ઉચ્ચારણથી હળવી શારીરિક કસરત ત્યારબાદ વ્રુક્ષાસન, શશાકાસન, મકરાસન, ભુજંગાસનની ક્રિયાઓ કરાવી હતી એ પછી નાડીશોધન પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને ધ્યાન પણ કરાવ્યું હતું.

યોગ આપણને વારસામાં મળેલી બૌદ્ધિક સંપદા છે. યોગ સાધનાથી શરીરમાં રોગ પ્રવેશતા નથી અને રોગ થયેલ હોય તો તે પણ ક્રમશ: નાબુદ થાય છે. યોગથી તન મન પ્રફુલિત રહે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે. યોગ માનવ માટે તંદુરસ્તીની એક એવી નિ:શુલ્ક કુદરતી ભેટ છે જેને આજે આખું વિશ્વ અનુસરી રહ્યું છે.

આજના દિવસે સૌ સંકલ્પ કરીએ કે, યોગ સાધના આપણા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.