Abtak Media Google News

સિનિયર ધારાશાસ્ત્રી સ્વ. રાજકુમાર ક્રિપાલસિંહ પરમારના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

રાજકોટ બાર એસો. દ્વારા ૪ થી ૭ મે ચાર દિવસ માટે રાજમસઢીયાળા મુકામે સીનીયર ધારાશાસ્ત્રી સ્વુ રાજકુમાર પરમારના સ્મરર્ણાથે સીઝન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટ રમાડવા અંગે રાજકોટ બાર એસો.ની કારોબારી કમીટીએ સર્વાનુમતે ઠરાવ પસાર કરેલ છે. અને ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજકોટ બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર, ઉપપ્રમુખ જયેશભાઇ બોધરા, જોઇન્ટ સેક્રેટરી હરેશભાઇ પરસોંડા, ટ્રેઝરર રાજેન્દ્રસિંહ ગોહીલ, કારોબારી સભ્ય ડી.બી. બગડા, પ્રશાંતભાઇ લાઠીગ્રા, અજયભાઇ પીપળીયા, સુમીતભાઇ વોરા, એડવોકેટ દીપકભાઇ અંતાણી, કમલેશભાઇ રાવલ, જે.બી.શાહ, ઇન્દુભા ઝાલા તથા સંદીપભાઇ વેકરીયાની કમીટી બનાવવામાં આવેલ છે. જે કમીટીને રાજકોટ બારના અન્ય કારોબારી સભ્ય વિરેનભાઇ વ્યાસ, નયનાબેન ચૌહાણ, કૌશીકભાઇ પોપટ, જીજ્ઞેશભાઇ જોશી, નરેન્દ્રસિંહ જાડેજાએ ટેકો આપી પોતાનો સાથ સહકાર જાહેર કરેલ છે.

ટુર્નામેન્ટનુ આયોજન રાજસમઢીયાળા મુકામે હરદેવસિંહ જાડેજાના સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ માં તેમના સાથ સહકારથી કરવામાં આવેલ છે. ટુર્નામેન્ટમાં એન્ટ્રી સ્વીકારવાની તા. ૨૫ થી ૨૯ ના બપોરે ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે અને તે જ તાીરખે બપોરે ર વાગ્યા દરેક ટીમના કેપ્ટનની હાજરીમાં બાર એસો.ની લાયબ્રેરીમાં ટુર્નામેન્ટનો ડ્રો બહાર પાડવામાં આવશે જેની રાજકોટના તમામ એડવોકેટઓએ નોંધ લેવી. આ ટુર્નામેન્ટમાં વકીલોની સાથે એક ટીમ નામ જયુડીશીયલ ઓફીસરોની તથા એક ટીમ કોર્ટ સ્ટાફની રાખવામાં આવેલ છે.

ટુર્નામેન્ટને રાજકોટ બાર એસો.ના સભ્ય તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ફાઇનાન્સ કમીટી ના ચેરમેન દીલીપભાઇ પટેલ, બાર કાઉન્સીલના પૂર્વ સભ્ય નીરંજનભાઇ દફતરી, રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, લલીતસિંહ શાહી, એ.જી.મોદન, તુલસીદાસભાઇ ગોંડલીયા, આર.એમ. વારોતરીયા, પ્રવીણભાઇ કોટેચા, હેમેનભાઇ ઉદાણી, મર્હષીભાઇ પંડયા, બીપીનભાઇ મહેતા, હીતેશભાઇ દવે, દીલીપભાઇ ચતવાણી, રાજેશભાઇ દલ, રવિભાઇ ત્રિવેદી, જગદીશભાઇ ચોટલીયા, બળવંતસિંહ રાઠોડ, ચંદ્રકાન્તભાઇ દક્ષીણી, મુકેશભાઇ દેસાઇ, નરેશભાઇ મહેતા, જયુભા રાણા, જે.જે.ત્રિવેદી, દીલીપભાઇ જોશી, સી.એચ.પટેલ, ભરતભાઇ આહયા,સમીરભાઇ ખીરા, પરેશભાઇ મારુ, ભગીરથસિંહ ડોડીયા, અનીલભાઇ દેસાઇ, અર્જુનભાઇ પટેલ, પીયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ, મહેશભાઇ ત્રિવેદી, મનીષભાઇ દવે, કેતનભાઇ ડી. શાહ, વિજયભાઇ સી.વ્યાસ, રાજેશભાઇ મહેતા, જયદેવભાઇ શુકલ, ડી.સી.રાવલ, એલ.એલ.બારૈયા, સુનીલભાઇ શુકલા, જયેશભાઇ અતીત, હરેશભાઇ દવે, પી.સી.વ્યાસ, જે.વી. ગાંગાણી, હેમાંગભાઇ જાની, યોગેશભાઇ ઉદાણી, શૈલેષભાઇ વનાળીયા, નીવરભાઇ પંડયા, જીતેન્દ્રસિંહ જાડેજા, અમીતભાઇ વ્યાસ, મયંકભાઇ પંડયા, તુષારભાઇ બસલાણી તેમજ જુદા જુદા બાર એસો.નોના  પ્રમુખ તથા હોદેદારોએ પોતાનો ટેકો જાહેર કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.