Abtak Media Google News

સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી વિશ્ર્વ ઉપભોકતા અધિકાર દિવસની સાપ્તાહિક ઉજવણી કરાશે

સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના સહયોગથી જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ દ્વારા વિશ્ર્વ ઉપભોકતા અધિકાર દિવસની સાપ્તાહિક ઉજવણી નીમીતે સાયબર સીકયુરીટી વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનાર ર૯ માર્ચ ગુરુવારના રોજ રોટરી ગ્રેટર ભવન, કોઠારી ડાઇગ્નોસ્ટીક સેન્ટરની બાજુમાં વિધાનગર મેઇન રોડ, રાજકોટ ખાતે બપોરે ૩.૦૦ કલાકે યોજવામાં આવશે.

આ સમારોહના ઉદધાટકો તરીકે રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોત હાજર રહે. ઉપરાંત સમારોહના પ્રમુખ ન્યાયમૂર્તિ રાજકોટ એન.એમ. ધારાણી, અને એ.પી.ત્રિવેદી હાજર રહેનાર છે. અને મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કલેકટર ડો. વિકાંત પાંડે, એસ.પી. અંતરીય સુદ, જીલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઇ વીરાણી, જીલ્લા પુરવઠા અધિકારી યોગેન્દ્ર જોશી, આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, સાયબર સીકયુરીટીના નિષ્ણાંત સનીભાઇ વાઘેલા, સલાહકાર નિકેતભાઇ પોપટ, અને રોટરી કલબના પ્રમુખ રોટેરીયન અશ્ર્વિનભાઇ લોઢીયા ખાસ હાજર રહેશે.આ સેમીનારમાં જાગૃતિ ગ્રાહક સુરક્ષા મહીલા મંડળના પ્રમુખ દિપાબેન કોરાટે સૌને સેમીનારમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.