Abtak Media Google News

અત્યાર સુધીમાં ૨.૧૯ લાખ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ

રાજ્ય સરકારના ૧૬ જુલાઈથી ચાલુ થયેલ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને શાળામાં રસીકરણ કાર્યક્રમ સંપન્ન કરેલ છે.

આ અંગે વિશેષ માહિતી આપતા મેયરશ્રી બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ હતું કે, રાજકોટ શહેરની ૮૦૦ થી વધારે શાળાઓમાં આ કાર્યક્રમનું અમલીકરણ સુવ્યવસ્થિત અને સલામત રીતે ચાલી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા આ કાર્યક્રમની પુર્વતૈયારી રૂપે પ્રચાર પ્રસારમાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ નંબરે આવેલ હતા.

યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય સંસએ પણ આની નોંધ લીધેલ હતી. રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ કામગીરીની વિગતો ૯ માસથી ૧૫ વર્ષના બે લાખ ઓગણીસ હજાર સોળ એકલે કે ૬૫ % થી વધારે બાળકોને સલામત રીતે રસીકરણ કરી કામગીરીમાં ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી, સમગ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકામાં આ કામગીરીમાં પ્રથમ નંબરે આવેલ છે.

ઓરી અને રૂબેલાની રસીકરણની શ્રેષ્ઠ કામગીરી માટે મેયરશ્રી બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ તા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરે આરોગ્ય વિભાગના સ્ટાફને અભિનંદન પાઠવી કામગીરીને બિરદાવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેરની જનતાને પણ આભાર માનેલ છે. રાજકોટ શહેરના વાલીઓને બાકી રહેતા તેમના ૯ માસથી ૧૫ વર્ષના વ્હાલસોયા ને આ રસીકરણ કરાવવા અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.