Abtak Media Google News

વર્ષ 2003માં કમ્પ્યુટર ડેટા એન્ટ્રીના નામે રૂ. 38.88 લાખની ઠગાઇ કરી પુના નાશી છુટયો તો: વર્ષ 2008માં પિતાની અંતિમ ક્રિયામાં પણ ન દેખાયો 

શહેરમાં વર્ષ 2003માં કોમ્પ્યુટર ડેટા એન્ટીના નામે રૂ. 38,88,200 ની ઠયાઇ કરી 18 વર્ષની નાસતા ફરતા આરોપીને પુના ખાતેથી ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2003માં કોમ્પ્યુટર ડેટા એન્ટ્રીના નામે ઠગાઇના ગુનામાં 18 વર્ષ થી નાસતા ફરતો આરોપી મહારાષ્ટ્રની પુના વણાવ શેરીમાં શાંતિકુંજ ખાતે રહેતો હોવાની ચોકકસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.વી. રબારીની ટીમે દરોડો પાડી જયેશ સુરેશચંદ્ર પારેખ (ઉ.વ.40) (રહે. પુરુષાર્થ હનુમાનમઢી રૈયા રોડ) ની ધરપકડ કરી રાજકોટ ખાતે લઇ આવામાં આવ્યો હતો.

સને 2003ના વર્ષમાં ફરીયાદી વિમલભાઇ ચૌહાથ (રહે. 16/5 લક્ષ્મીવાડી ગાયત્રી કોમ્પ્યુટર રાજકોટ ફરી તથા સાહેદો વિગેરેને મૈત્રી કોમ્પ્યુટર હનુમાનમઢી પાસે રાજકોટ ખાતે ઓફીઇસ ધરાવી ડેટા એન્ટ્રીના જોબવર્ક કોમ્પ્યુટર પર કરી આપવાના કોન્ટ્રાકટ આપી કરાર  કરી ડીપોઝીટના કુલ રૂ 8,22,500 ના એક માસના જોબ વર્કના 30,65,700 મળી કુલ રૂ. 38,88,200 નો વિશ્ર્વાસ ઘાત છેતરપીંડી કરી કરાર ભંગ આરોપી જયેશ સુરેશચંદ્ર પારેખ તથા તેના બનેવી આરોપી સંજય રમેશભાઇ કોઠારી (રહે. ચંદનપાર્ક મેઇન રોડ ચંદ્રેશ મહાદેવ મંદિર પાસે રૈયારોડ) વાળાએ મળી ગુનો કર્યો હતો. આ કામના આરોપીઓને કોમ્પ્ટુટશ્ર પર ડેટાએન્ટ્રી જોબવર્ક કરી આપવાના કોન્ટ્રાકટ આપી કરાર ભંગ કરી ડીપોઝીટની મોટી રકમ મેળવી મોટો આથીંગ લાભ મેળવતા હતા.

આ ગુનાના કામે જે તે વખતે રાહ આરોપી સંજય પકડાય ગયો હતો. આરોપી જયેશ રાજકોટથી ભાગી ગયેલ અને પ્રથમ પુના ખાતે આવેલ આરોપી જયેશ સોફટવેર એન્જીનીયરીંય હોય જેથી છ માસ લીગલ ડેટા એન્ટ્રી  કામ કરેલ બાદ દિલ્હી  ખાતે એક વર્ષ ડેટા એન્ટ્રીનું કામ કરતા હતા. તેઓના પિતા સને 2008 ના રોજ અવસાન રાજકોટ ખાતે થયેલ ત્યારે પણ આવેલ ન હતા. તેના આધારે નવા એડે્રસ પ્રુફ જેવા આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે હાલના પુનાના સરનામાના મેળવી લીધેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.