Abtak Media Google News

જંગલેશ્વરના માદક પદાર્થના ધંધાર્થી માતા-પુત્ર ચાર દિવસના રિમાન્ડ પર સોપાયા

શહેરમાં સંવેદનશીલ ગણાતા જંગલેશ્ર્વરમાંથી આરયુ.૨૨.૩૩ લાખની કિંમતનું હેરોઇનનો સક્રીય ઘટક મોરફીન સાથે માતા-પુત્રને ઝડપી કરાયેલી પૂછપરછમાં રાજસ્થાનનો શખ્સ મોરફીન આપી ગયાની કબુલાત આપી છે. પોલીસે બંનેને રિમાન્ડ પર મેળવી માદક પાદર્થના મુળ સુધી પહોચવા બંનેની પૂછપરછ હાથધરી છે.

જંગલેશ્ર્વર શેરી નંબર ૨૮ના ચેડે તવકક્લ ચોક પાસે નદીના કાંઠેથી એક્ટિવા પર જઇ રહેલા નામચીન રફીક ઇબ્રાહીમ બેલીમ નામના શખ્સને અટકાવી તલાસી લેતા તેની પાસેથી રૂ.૨૨.૩૩ લાખની કિંમતનું હેરોઇનનો સક્રીય ઘટક મોરફીન મળી આવતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ. ગઢવી અને પી.એસ.આઇ. એ.એસ. સોનારા સહિતના સ્ટાફે ૨૨૩.૩૭૦ ગ્રામ મોરફીન સાથે ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરેલા નસીલા પદાર્થ અંગે એફએસએલ દ્વારા હેરોઇનનો સક્રીય ઘટક મોરફીન હોવાનો અભિપ્રાય આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૂ.૨૨.૩૩ લાખની કિંમતનું મોરફીન અને રૂ.૨૦ હજારની કિંમતનું જે.જે.૩જેએમ. ૪૬૮૯ નંબરનું એક્ટિવા કબ્જે કરી રફીક ઇબ્રાહીમ સંધીની પૂછપરછ કરતા મોરફીનના વેચાણના ધંધામાં જુબેદા ઇબ્રાહીમ બેલીમ નામની ૭૦ વર્ષની વૃધ્ધાની સંડોવણી હોવાની કબુલાત આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તેની ધરપકડ કરી વિશેષ તપાસ માટે એસઓજી સ્ટાફને સોપવામાં આવી છે.

જુબેદા ઇબાહીમ અને રફીક ઇબ્રાહીમના તા.૨૧મી સુધી રિમાન્ડ પર મેળવી મોરફીન કયાંથી લાવે છે તેમજ તેના વેચાણમાં અન્ય કોણ સંડોવાયું છે. તે અંગેની પૂછપરછ કરતા રાજસ્થાની શખ્સ મોરફીન આપી ગયો હોવાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.