Abtak Media Google News

ગુજરાત ગૌણ સેવા દ્વારા અનેક પરીક્ષાઓ લેવામાં આવે છે ત્યારે જીપીએસસીની પરીક્ષામાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા આગામી તા.9 જુનના લેવામાં આવશે.

રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની ખાલી જગ્યા ભરવા માટે ગુજરાત ગૌણ સેવા દ્વારા પરીક્ષા લેવામાં આવશે. રાજકોટ શહેરમાં પરીક્ષા માટેના કેન્દ્રો ફાળવામાં આવ્યા છે.

આગામી તા.9 જુનના સવારે 11 થી 2 વાગ્યા સુધી લેવાનારી જીપીએસસી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષામાં રાજકોટ જિલ્લાના 90 બિલ્ડીંગના 883 બ્લોક પર 21183 ઉમેદવારો પરીક્ષા આપશે.પરીક્ષામાં ગેરરીતી ડામવા સીસીટીવી કેમેરા સજ્જ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.