Abtak Media Google News

રાજનીકાંતના ફેન્સ માટે એક વધુ ખુશખબર.રજનીકાંત ની આગામી ફિલ્મ ‘કાલા’  રીલીઝ થવાની તારીખ જાહેર આવી. રજનીકાંતની આગામી ફિલ્મ ‘કાલા’ પર સૌપ્રથમ આશંકાઓના વાદળાં છવાયેલા હતા પરંતુ થોડા સમય બાદ આ ફિલ્મની તારીખ જાહેર કરી દેવામાં આવી હતી. રાજનીકાંતની આગામી ફિલ્મ ‘કાલા’ હવે 7 જૂન ના રોજ રીલીઝ થશે.

પહેલા આ ફિલ્મ 27 એપ્રિલે રીલીઝ થવાની હતી પરંતુ તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિનેમા માલિકોની અનિશ્ચિતકાલીન હડતાલને કારણે આ ફિલ્મ રીલીઝ થઈ ન હતી. પરંતુ અત્યારે સિનેમાહોલની માલિકોની હડતાલ પૂરી થય ગઇ છે. પરંતુ આ હડતાલને લીધે આ ફિલ્મને રીલીઝ થવાની તારીખને થોડીક આગડ વધારવામાં આવી છે. શુક્રવારે આ ફિલ્મના નવા પોસ્ટરને જાહેર કરી દેવામાં પણ આવ્યું છે અને આ પોસ્ટરમાં ફિલ્મની રીલીઝ થવાની તારીખ 7 જૂન બતાવમાં આવી છે.


આ ફિલ્મને રાજનીકાંતના જમાઈ ધનુષે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મની પોસ્ટર રીલીઝ કરતાં ધનુષે જણાવ્યુ હતું કે,  ‘આ એનાઉંસ કરતાં મને ખુબજ ખુશી થાઇ રહી છે કે સુપરસ્ટાર ની ફિલ્મ ‘કાલા’ દુનિયાભરમાં તમામ ભાષાઓમાં આ ફિલ્મને રીલીઝ કરવામાં આવશે.

રાજનીકાંતના ફેન્સ માટે આ વર્ષ ખુબજ સ્પેશિયલ થવાનું છે. આ વર્ષે રાજનીકાંતની ફિલ્મ ‘કાલા’ પછી ડાયરેક્ટર શંકરની મચઅવેટેડ  સાઇંટિફિક  ફિકસન ફિલ્મ ‘2.0’ રીલીઝ થવાની છે. આ ફિલ્મની સાથે અક્ષય કુમાર તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યું કરવાના છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.