Abtak Media Google News

રાજબેંકની ૩૯ વર્ષની સફળ યાત્રાનો શ્રેય ૩ લાખ કરતા વધુ ડિપોઝીટરો, ૮૦ હજાર જેટલા સભાસદો, ધિરાણદારોને બેંક પરત્વેનો અતૂટ વિશ્વાસ, ૨૬૫ નિષ્ઠાવાન કર્મચારીઓના અથાગ પ્રયાસોને આભારી હોવાનું જણાવતા ડિરેકટર જગદીશ કોટડીયા અને સીઈઓ સત્યપ્રકાશ ખોખરા; બેંકનો છેલ્લા છ વર્ષનો ૩૩૪ કરોડ નફો

વર્તમાન સમયમાં હરીફાઈ યુકત, ટેકનોલોજી ડ્રીવન અને એનપીએ રૂપી મહા પડકારજનક બેંકીગમાં અને ખાસ કરીને નોન શેડ્યુલ્ડ સહકારી બેંકોમાં નમૂનેદાર કામગીરીથી સમગ્ર સહકારી જગતમાં ડંકો વગાડી સહકારી બેંકીંગ ક્ષેત્રની ઈમેજ વધારવા હરહંમેશા અગ્રેસર એવી ધી કો.ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. કે જેને લોકો રાજ બેંકના હુલામણા નામથી ઓળખે છે. આવી રાજ બેંકની સ્થાપના તા.૨૪.૧૧.૯૦ના રોજ સ્થાપક ચેરમેન રમણીકભાઈ ધામીની સાથે સ્થાપક ડીરેકટરો રમણીકભાઈ સેજપાલ, મનુભાઈ નસીત, પોપટભાઈ પટેલ, મનહરલાલ શાહ, જમનાદાસ ફલ્દુ, ગોવિંદભાઈ ખૂંટ, રસીકભાઈ દવે, ભાણજીભાઈ પટેલ, શીરીષભાઈ ધ્રુવ, પ્રવિણભાઈ દવે, માવજીભાઈ પટેલ, પ્રવિણભાઈ કામદાર, પ્રમોદભાઈ કલ્યાણી, ધીરૂભાઈ ધાબલીયા, કિરીટભાઈ કામદાર, ચંદુભાઈ પાંભર, ગોપાલભાઈ કારીયા, દિનેશભાઈ ડેડાણીયા, વંભદાસ હિરાણી, અરૂણાબેન ચુડાસમા, દિવાળીબેન ઘરસંડીયા, લીલાબેન ધામી અને કમલનયન સોજીત્રાની કાર્યક્ષમ ટીમ દ્વારા ધી કો.ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી.નો મજબુત પાયો નાખવામાં અ વેલ રાજ બેંકની ૩૯ વર્ષની સુંદર યાત્રાનો મુખ્ય શ્રેય બેંકના ૩ લાખ કરતા વધુ ડિપોઝીટરો + ૮૦ હજાર જેટલા સભાસદો + ૮ હજાર જેટલા રેગ્યુલર ધિરાણદારોને બેંક પરત્વેનો અતૂટ વિશ્ર્વાસ, બોર્ડ ઓફ ડિરેકટર્સની બેંક તેમજ સમાજ પ્રત્યેની નિ:સ્વાર્થ સામાજીક ઉત્તરદાયિત્વની ભાવના અને સાથોસાથ ૨૬૫ નિષ્ઠાવાન કર્મચારીઓના અથાગ પ્રયાસોને આભારી છે.

શેર કેપીટલના મહત્વને રાજબેંકના મેનેજમેન્ટે ખૂબજ કાળજી પૂર્વક ધય્ને લઈ ભવિષ્યમાં પણ જયારે શેર મૂડી વધારવાને લગતા કોઈપણ નવા નિયમો સહકારી બેંકો માટે લાગુ પડે અથવા તો એન.પી.એ.નું પ્રમાણ ખૂબજ વધી જાય તો તેને પહોચી વળવા માટે રાજબેંકની શેર મૂડી આજની તારીખે પણ સક્ષમ છે. રાજ બેંકની માલીકીની મૂડી ૨૪ ટકા કરતા વધુ છે.જેમાં રૂા.૧૪૧ કરોડની શેર મૂડીનો પણ સમાવેશ થાય છે. સતત ૧૮ વર્ષથી કાયદાની મર્યાદા અનુસાર સભાસદોને ભેટ પણ આપવામાં આવે છે. રાજ બેંકે અત્યાર સુધી છેલ્લા ૨૧ વર્ષમાં રૂા૧૦૦ના ૧ શેર સામે રૂા.૩૧૭ ડીવીડન્ડ સ્વરૂપે તેમજ બેંકની પડતર કિંમતની ગણતરી ધ્યાને લેતા રૂા.૫,૫૦૮ની કિમંતની સભાસદ ભેટ મળીકુલ રૂા.૧૦૦ના રોકાણ સામે રૂા. ૫૮૨૫ શેર હોલ્ડરોને ડીવીડન્ડ તેમજ ભેટ સ્વરૂપે કરેલ છે. એટલું જ નહી છેલ્લા ૬ વર્ષમાં રૂા. ૯૪ કરોડ કરતા વધુ રકમનું ડીવીડન્ડ કાયદાની મર્યાદામાં મંજૂર કરેલ છે.

વર્ષ ૨૦૦૧ની સાલમાં બેંકની કુલ ડીપોઝીટ રૂા.૧૫૨ કરોડ હતી જે ડીપોઝીટ છેલ્લા ૧૯ વર્ષમાં રૂા. ૨,૦૮૩ કરોડની જંગી વધારા સામે ડીપોઝીટ રૂા.૨,૨૩૫ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. બેંકની સીએએસએ ડીપોઝીટનું પ્રમાણ ૩૭ ટકા કરતા વધુ જાળવી રાખવામા બેંક સફળ થયેલ છે. બેંકના કુલ શેર હોલ્ડર પૈકી ૮૦ ટકા જેટલા શેર હોલ્ડરો એ બેંકના ડીપોઝીટર છે. ડીપોઝીટરની એક લાખ રૂપીયાની ડીઆઈસીજીસીનાં વખતો વખતનાં લાગુ પડતા નિયમોને આધિન વિમાથી સંપૂર્ણ પણે સુરક્ષીત છે. ડીપોઝીટરનાં નાણાંની સલામતીને ધ્યાનમાં રાખી જુદા જુદા ૧૮ કરતા વધારે ક્ષેત્રોમાં ધિરાણ લેનાર ગ્રાહકની ધિરાણ પરત કરવાની ક્ષમતા તેમજ આપેલ ધિરાણની સામે આશરે રૂા.૨૦૦૦ કરોડ કરતા વધુ રકમની સ્થાવર મિલકત ગીરો લઈને બેંકની વખતો વખતની લોન પોલીસી તેમજ આરબીઆઈની વખતો વખતની સુચનાઓ, માર્ગદર્શનને આધીન રૂા.૧,૩૮૮ કરોડ કરતા વધારે રકમનું સલામત ધિરાણ કરેલ છે. બેંક સ્થાપના કાળથી આજદિવસ સુધી બેંકે કયારેય કોઈપણ જાતનું કરજ લીધેલ નથી.

બેંકના ઈતિહાસમાં બજારની પરિસ્થિતિને આધીન સૌ પ્રથમ વખત થયેલા એનપીએના તમામ ખાતાઓમાં વાસ્તવિક રીતે વસુલાત દ્વારા એન.પી.એ. ખાતાઓ અને રકમ ઘટાડવા માટેના આયોજનનો એક એકશન પ્લાન બનાવેલ છે. તે અનુસંધાને બેંકની ધારણા પ્રમાણે તા.૩૧.૩.૨૦ સુદીમાં ફરીથી બેંક ઝીરો નેટ એન.પી.એ.નું સ્ટેટસ મળવાની પૂરેપૂરી શકયતા છે. કારણ કે બેંક દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી ઝીરો નેટ એન.પી.એ. સ્ટેટસ જાળવેલ પરંતુ પૂરા થતા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯નાં અંતે ૨ ટકા કરતા ઓછુ સામાન્ય નેટ એન.પી.એ. થયેલ છે.

રાજ બેંકની લીડરશિપ લોકોના પ્રતિભાવો અને અભિપ્રાયોને પણ શ્રેષ્ઠ રીતે મૂલવે છે. જયારે જયારે બેંકને લોકો તરફથી જે પ્રતિભાવો કે અભિપ્રાયો મળે છે. ત્યારે રાજબેંકની લીડરશીપ તેનો એકમતે સ્વીકાર કરીતેનું યોગ્ય મૂલ્યાંકન કરી બેંકના હિતને ધ્યાને લઈ મળેલા પ્રતિભાવો કે અભિપ્રાયોને ત્વરીત ધોરણે અમલમાં મૂકવાના સંનિષ્ઠ પ્રયાસો પણ કરેલ છે. આરબીઆઈએ ડાયરેકટર્સ માટેના ડ્રસ અને ડોન્ટસના નકકી કરેલા નિયમોનું પણ બેંક દ્વારા ચૂસ્તપણે પાલન કરવા માટેનો બોર્ડ અને સાધારણ સભામાં ઠરાવ કરી તેનો ચૂસ્તપણષ અમલ બોર્ડ ડિરેકટર્સ દ્વારા કરવામાં આવે છે.

સ્થાપના કાળથી અત્યાર સુધીમાં રાજબેંકના જુદા જુદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ૩૯ વર્ષનાં ઓડિટ તેમજ બેંકની તમામ ૨૭ શાખાઓનું કોન્કનન્ટ ઓડિટ જુદા જુદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બેંકીંગના નિષ્ણાંતો દ્વારા આંતરીક ઓડિટ કરવામાં આવે છે.

બેંકની કુલ ૨૭ શાખાઓ જે પૈકી ૧૫ શાખાઓ માલીકીના મકાનમા કાર્યરત છે. તમામ શાખાઓ વાતાનુકુલિત, અતિન સુવિધાસભર અને લોકર સુવિધા સાથેની છે. ફ્રી ચેકબુક, રૂ-પે ડેબીટ કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટ તથા ઈમેઈલથી સ્ટેટમેન્ટ સાથે ગ્રાહકો માટે સવારના ૧૦થક્ષ બપોરના ૪ સુધી અવિરત બેંકીંગ સેવાઓ આપવામાં આવે છે.રાજ બેંક ગુજરાતની નાગરીક બેંકો પૈકીનું એક ઉત્તમ ધરેણું છે. જેનું માન ગુજરાત ઉપરાં રાષ્ટ્રીય કક્ષાએ પણ છે. અને છેલ્લા ૧૯ વર્ષમાં રાજય અને રાષ્ટ્રીયકક્ષાએ અનેક એવોર્ડ જીતેલ છે બેંકના સીઈઓને મોટી સહકારી બેંકોની કક્ષામાં બેસ્ટ સીઈઓ તરીકેનો તેમજ બેસ્ટ યુથ સીઈઓનો એવોર્ડ ભૂતકાળમાં મળેલ છે. બેસ્ટ બેંક તેમજ બેસ્ટ ચેરમેન તરીકેનો એવોર્ડ પણ મળેલ છે.

તા.૨૪.૧૧.૮૦ થી શરૂઆતના ૩૩ વર્ષમાં બેંકના બિજનેસમાં રૂા.૧૮૭૦ કરોડ અને કલ ૩૩ વર્ષનો નફો રૂા.૨૧૩ કરોડ જેટલો થયેલ છે. જયારે સહકારી ક્ષેત્રનાં પડકારજનક બેંકીંગના છેલ્લા ૬ વર્ષમાં બેંકના બિઝનેસમાં રૂા.૧,૭૫૩ કરોડ અને રૂા. ૩૩૪ કરોડનો નફો કરેલ છે.

પ્રોગ્રેસીવ સહકારી બેંક તરીકેનો એવોર્ડ સ્વીકાર કર્યા બાદ ડિરેકટર જગદીશભાઈ કોટડિયા તેમજ સીઈઓ સત્યપ્રકાશ ખોખરા જણાવે છે કે જયાં સંઘર્ષ નથી ત્યાં કોઈ પ્રગતિ થતી નથી. ટીમ રાજ બેંકે આ વાતને પણ ખૂબજ હકારાત્મક રીતે લઈ અને છેલ્લા ૬ વર્ષમાં સતત સંઘર્ષની સાથોસાથ પ્રગતિ પણ કરી સંઘર્ષ સાથે પ્રગતિના કથનને યોગ્ય ઠરાવેલ છે. કુશળ નેતૃત્વ અને ટીમવર્ક વગર સફળતા સંભવ નથી. એટલું જ નહી સફળતા મેળવવા ૧૦૦ ટકા પ્રયાસો કરવા પડે છે. ઉત્તમ ગ્રાહક સેવા થકી સફળતમ રહેવું ટીમ રાજ બેંકને જરૂર ગમે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.