રાજસ્થાન DyCM સચિન પાયલટને પદેથી હટાવાયા

રાજસ્થાન કોંગ્રેસે વિદ્રોહી ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને સમર્થિત ધારાસભ્યોની વિરૂદ્ધ આકરી કાર્યવાહીનો નિર્ણય લેવાયો. કોંગ્રેસે ધારાસભ્ય દળની બેઠકમાં વિદ્રોહી ધારાસભ્યોની વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહીનો પ્રસ્તાવ પસાર કર્યો.

ત્યારબાદ કોંગ્રેસે સચિન પાયલટને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરના પદ પરથી હટાવ્યાના નિર્ણયની જાહેરાત કરી. કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના પ્રવકતા રણદીપ સુરજેવાલા એ કહ્યું કે સચિન પાયલટ ભાજપની જાળમાં ભ્રમિત થયા. સચિન પાયલટ સિવાય બીજા ત્રણ મંત્રીઓની પણ હકાલપટ્ટી કરાઇ છે.

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સચિન પાયલટ ઉપરાંત પર્યટન મંત્રી વિશવેન્દ્ર સિંહ, ખાદ્ય મંત્રી રમેશ મીણાને પણ બરતરફ કરવામાં આવ્યા છે.
Loading...