હાઇ સ્કોરિંગ મેચમાં કિંગ્સને પછાડી રાજસ્થાને “રજવાડા જેવો વિજય મેળવ્યો!!

રાહુલ તીવેટિયા અને સંજુએ ધમાકેદાર બેટિંગ કરી રાજસ્થાનને રજવાડી જીત અપાવી

ક્રિકેટ એ એક મેન્ટલ ગેમ છે. ક્રિકેટમાં શારીરિક મહેનતની સાથે સાથે માનસિક રીતે પણ રામવામાં આવે છે. ત્યારે આઇપીએલ તો ખાસ માનસિક રીતે રમાતી હોય છે. મેચ શરૂ થાય ત્યારથી લઈને પૂર્ણ થાય ત્યાં સુધી ખેલાડીઓ ની રહેલી માનસિક સ્થિતિના આધારેજ પરિણામ આવતું હોય છે. તે પ્રમાણે જ ગઈ કાલે રામયેલ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ વચ્ચેની મેચમાં રહ્યું હતું. રાજસ્થાનને દિલ્હી તરફથી ૨૨૪ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. હાઈ સ્કોરિંગ મેચ હોવા છતાં રાજસ્થાન દ્વારા મેચ આસાનીથી જીતી હતી. રાજસ્થાનએ બેટિંગ શરૂ કરી ત્યારથીજ તેના પ્લાયરો માનસિક રીતે લક્ષ્યાંક ને પહોંચી વળવા તૈયાર હતા. કારણકે ક્રિકેટ એ મનથી પણ રમવાની  હોય છે. માનસિક રીતે જો ખેલાડીઓ તૈયાર હોય તો આશાનીથી કોઈપણ લક્ષ્યાંક પાર થઈ શકે છે.

આઇપીએલની સિઝનની ૯મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને ૪ વિકેટે હરાવ્યું હતું.  પંજાબે ૨૨૪ રનનો ટાર્ગેટ રાજસ્થાનને  આપ્યો હતો. જેને રાજસ્થાને ૩ બોલ બાકી રાખીને ૪ વિકેટે પૂરો કર્યો હસતો. આઈપીએલના  ઇતિહાસનો સૌથી મોટો સફળ રનચેઝ રહી છે. આ પહેલા રાજસ્થાને જ ૨૦૦૮માં ડેક્કન ચાર્જર્સ સામે ૨૧૫ રનનો ટાર્ગેટ ચેઝ કરતા ૨૧૭ રન બનાવ્યા હતા. જોકે થોડો સમય એવો માહોલ બન્યો હતો કે પંજાબ મેચ જીતી જશે,  રાહુલ તેવટીયા એ  શેલ્ડન કોટરેલે નાખેલી ૧૮મી ઓવરમાં ૫ સિક્સ મારીને મેચનું રૂપ બદલતા રાજસ્થાનએ રજવાડી જીત મેળવી હતી. જીતના હીરો સંજુ સેમસન અને તેવટિયા રહ્યા હતા. સંજુએ ૪૨ બોલમાં ૮૫ રન માર્યા. જ્યારે તેવટિયાએ ૩૧ બોલમાં ૫૩ રન બનાવ્યા હતા.

રાહુલ તેવટિયાની શરૂઆત ધીમી રહી હતી. તેણે શરૂઆતના ૧૯ બોલમાં માત્ર ૮ રન બનાવ્યા હતા. તે પછી તેણે વાપસી કરતા પછીના ૧૨ બોલમાં ૪૫ રન ફટકાર્યા. જેમાં ૭ સિક્સનો સમાવેશ થાય છે. આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર છેલ્લી ૫ ઓવરમાં ૮૬ રન બન્યા છે. રાજસ્થાને ૨૭ બોલમાં આ રન બનાવ્યા. અગાઉ ૨૦૧૨માં ચેન્નાઈ સુપરકિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ૭૭ રન માર્યા હતા. સંજુ સેમસને પોતાનું ફોર્મ જાળવી રાખતા ૨૨૪ રનનો પીછો કરતા શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે ૪૨ બોલમાં ૪ ફોર અને ૭ સિક્સની મદદથી ૮૫ રન કર્યા હતા. રાજસ્થાનના વિકેટકીપર અને  બેટ્સમેન સંજુ સેમસને આઇપીએલમાં ૧૦૦ સિક્સ પૂરી કરી છે. તે આવું કરનાર ૧૯મો બેટ્સમેન બન્યો છે. ભારતીયો ખેલાડીઓની વાત કરીએ તો તે ૧૧મા ક્રમે આવે છે. સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલ (૩૨૬)ના નામે છે. સ્ટીવ સ્મિથએ  ૨૭ બોલમાં ૭ ફોર અને ૨ સિક્સની મદદથી ૫૦ રન કર્યા હતા. આ તેના આઇપીએલ  કરિયરની ૧૦મી ફિફટી હતી. તેમજ તેણે સંજુ સેમસન સાથે બીજી વિકેટ માટે ૮૧ રનની ભાગીદારી કરી હતી. ત્યારે મયંક અગ્રવાલે ૪૫ બોલમાં આઈપીએલ કરિયરની પહેલી સદી મારી હતી. આ લીગમાં ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી છે. ઇન્ડિયન દ્વારા ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે છે. મયંકે રાજસ્થાનના બોલર્સને મેદાનની ચારેય બાજુ ફટકારતા ૫૦ બોલની ઇનિંગ્સ દરમિયાન ૧૦ ફોર અને ૭ સિક્સની મદદથી ૧૦૬ રન કર્યા હતા.

Loading...