આજી નદીનાં કાંઠે-ભીચરીના નાકે રાજરાજેશ્વર મહાદેવ મંદિર

૫૦૦ વર્ષ પહેલા ચારણની દિકરી રાજબાઈર્માંએ મહાદેવને પ્રગટ કર્યા હતા તેમના નામ પરથી શિવાલય જાણીતું થયું જુના રાજકોટનું આ મંદિર શ્રધ્ધા-ભકિતનું છે પ્રતિક

વર્ષો પહેલાનું રાજકોટને તેના વિસ્તારો બહુ નાના હતા એ જમાનો આજી નદીનાં કાંઠે બેડીનાકા ભીંચરીનું નાકુ જેવા વિસ્તારો હતા. મોટાભાગના પવિત્ર મંદિરો જૂના રાજકોટમાં આવેલા છે.

આવું જ એક મંદિર એટલે સ્વયંભૂ પ્રગટ થયેલા રાજરાજેશ્ર્વર મહાદેવ જે બેડીનાકામાં ભીચરીના નાકે આવેલું છે. આ મંદિર સાથે પૌરાણિક કથા જોડાયેલી છે. આજથી ૫૦૦ વર્ષ પહેલા આ શિવાલયની સ્થાપના થઈ હતી. ચારણની દિકરીએ માદેવને પ્રગટ કર્યા હતા. રાજકોટ આગળ નેસડાને નાના ગામડાઓ એ વખતમા હતા.

આ શિવાલયમાં રાજબાઈર્માંની સમાધી પણ છે. આ શિવાલય શ્રધ્ધા-આસ્થાનું કેન્દ્ર છે. ભકતજનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણી પર્વે તેમજ શિવરાત્રીએ તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. ચાલુ શ્રાવણ માસે તો ભકતજનો સવાર-સાંજ દર્શન કરીનેધન્યતા અનુભવે છે.

હાલ કોરોના મહામારીમાં મંદિરમા સાવચેતી રાખીને માસ્ક-સેનેટાઈઝ સાથે ભકતજનો પ્રવેશ અપાય છે. સામાજીક અંતરનો કડક અમલ કરાય છે.

ગોસાઈ પરિવાર પેઢીદર પેઢીથી આ શિવાલયની પૂજા અર્ચના કરી રહ્યા છે. શિવાલયમાં પૌરાણિક પિપળાનું વૃક્ષ છે. ચાર પ્રહરની પૂજા આરતી સાથે શ્રાવણી પર્વના તમામ સોમવારે ‘દાદા’નો દિપમાળા ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવે છે.

મંદિરના પ્રાંગણમાં લક્ષ્મીનારાયણ, અંબાજી, શિતળામાં, રાધેકૃષ્ણ, હનુમાનજી તેમજ એક જ પથ્થરમાંથી નિર્માણ કરેલ ગણપતી, રિધ્ધિ,સિધ્ધીની પૌરાણિક મૂર્તિ પણ છે. ખાસ આ મંદિરમાં ૪૦૦ વર્ષ જૂની મહાકાળીર્માંની મૂર્તિ છે.જેની સ્થાપના નાગા-બાવાની જમાત અહિથી નિકળતાને રોકાતા ત્યારે તેને સ્થાપના કરી હતી. ૪૦૦ વારમાં આસ્થાના કેન્દ્ર સમા શિવાલય પ્રત્યે ભકત-જનોમાં અપાર શ્રધ્ધા છે. આકાશવાણીના કલાકાર નટવરગિરી ગૌસ્વામીની સમાધિપણ આ મંદિરમાં આવેલી છે. સવાર-સાંજ સત્સંગ પૂજા-આરાધનાથી ભકતજનો મહાદેવનો જયજયકાર કરે છે.

Loading...