Abtak Media Google News

કોવિડ વેકિસન કોવિશિલ્ડના ૭૭ હજાર ડોઝ રાજકોટ ખાતે આવી પહોંચ્યા: જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેકિસન અપાશે

આતુરતાનો અંત કોરોના કવચ માટેની રસીનું રાજકોટ એરપોર્ટ પર રંગેચંગે સંગીતની સુરાવલીઓ વચ્ચે આગમન થવા પામ્યું હતું. રાજકોટ આવી પહોંચેલી રસી રીજીયોનલ વેકસીન સ્ટોર મારફત ૬ જિલ્લાના ૩૪૪ સ્ટોર અને કોલ્ડચેઈન પોઈન્ટ પર વેકસીન સપ્લાય કરવાનું આયોજન કરાયું છે.સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. ૧૬-૦૧-૨૦૨૧ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે આજરોજ રાજકોટ એરપોર્ટ ખાતે રાજકોટ રિજિયન માટે કૂલ ૭૭,૦૦૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું કૃષિ મંત્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાની પ્રેરક ઉપસ્થિતી  રહી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીની ઉતકૃષ્ટ ભાવના હતી કે દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે. જે ગર્વની બાબત છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે રાજકોટ ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે રાજકોટ અને આસાપાસના વિસ્તારોના લોકોમાં હર્ષ  સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સધન અને સુચારૂ આયોજન કરાયું છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આજે સવારે લગભગ ૭૭,૦૦૦ જેટલા કોરોના વેકસીનના ડોઝ આવ્યા છે જેનું વિભાગીય નિયામકની કચેરી ખાતે ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે.

Dsc 2536

અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આવે ક્સિનનું તાપમાન ૨ ડિગ્રી થી લઈને ૮ ડિગ્રી સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. રાજકોટ રિજિયન ખાતે આવી પહોંચેલા  કૂલ ૭૭,૦૦૦ ડોઝ પૈકી રાજકોટ જિલ્લા પંચાયતને કુલ ૯,૦૦૦ ડોઝ, રાજકોટ મહાનગરપાલિકાને કુલ ૧૬,૫૦૦ડોઝ, જામનગર જિલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ ૯,૦૦૦ ડોઝ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતને કુલ ૪,૫૦૦ડોઝ, પોરબંદર જિલ્લા પંચાયતને કુલ ૪,૦૦૦ ડોઝ, મોરબી જિલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, કચ્છ જિલ્લા પંચાયતને ૧૬,૦૦૦ ડોઝની ફાળવણી કરવામાં આવશે. ઉપરોક્ત જિલ્લા અને મહાનગરપાલિકાના વેક્સીન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ સુધી પહોંચાડવા માટે  ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાય કરવામાટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

Dsc 2548

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦ સ્થળોએ તથા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પાંચ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર રિજીયનમાં કૂલ ૩૪૪ જેટલા કેન્દ્રો નક્કી કરાયા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળના ૧૦૧ કેન્દ્રો, જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના ૫૬ કેન્દ્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ૩૨ કેન્દ્રો, પોરબંદર જિલ્લા પંચાયતના ૨૦ કેન્દ્રો, મોરબી જિલ્લાના ૪૨ કેન્દ્રો, ભુજ જિલ્લા પંચાયત ખાતે ૯૩ સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે.તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ ઈવીઆઈએન સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે અત્રેની કચેરી ખાતે એક વેક્સીન વાન છે અને તમામ જિલ્લા અને મહાનગર પાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પોલીસ કમિશ્રનર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા, મ્યુનિસિપલ કમિશ્રનર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા, વિભાગીય નિયામક આરોગ્ય ડો. રૂપાલી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા અગ્રણીઓ બિનાબેન આચાર્ય, વી.પી.વૈશ્નવ, વિભાગીય ફાર્માસીસ્ટ આર. કે ડોબરીયા તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દેશની જનતા વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પીડા ઈશ્ર્વરે સાંભળી, કોરોના રસીની શોધ ભારતમાં થઈ: આર.સી.ફળદુ (કેબિનેટ મંત્રી)

R.c.faldu

રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ એ રાજકોટ એરપોર્ટ ખાતે કોરોના રસીનું કંકુ તિલક કરી શ્રીફળ વધેરી ભવ્ય સ્વાગત કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં આર.સી.ફ્લાદુએ જણાવ્યું હતું કે આજે રાજકોટ ખાતે સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા કોરોના રસીના ૭૭ હજાર ડોઝ આવી ગયા છે.નરેન્દ્રભાઈ મોદી નો હું ગુજરાતની પ્રજા વતી આભાર માનું છું .પ્રથમ રાઉન્ડમાં રાજકોટમાં ૭૭ હજાર ડોઝ અપાવ્યા.રાજકોટ મહાનગર પાલિકા , રાજકોટ જીલ્લો , કરછ , મોરબી,જામનગર, પોરબંદર દ્વારકા શહેર અને જીલ્લામાં વેક્સીન મોકલવામાં આવશે.૧૬ મી તારીખે પ્રધાનમંત્રી લોન્ચિંગ કરાવશે અને ત્યારબાદ ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ થશે.આપણે કોરોનાની ભયંકર મહામારીમાંથી બહાર આવી રહ્યા છીએ.નરેન્દ્રભાઈ મોદીના હૃદયમાં પીડા હતી કે જલ્દીથી કોરોના રસીની શોધ થાય અને માનવીને બચાવી લેવામાં આવે.પીડાની ઈશ્વરને અનુભીતિ થઈ અને ભારત દેશમાં રસીની શોધ થઈ છે.રાજકોટ અને સૌરાષ્ટ્ર માં પ્રથમ રાઉન્ડ માં પુરવઠો પ્રાપ્ત થયો છે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે .આપણા સદભાગ્ય છે જેની આપણે ૧૦મહિનાથી રાહ જોતા હતા તે રસી આવી પહોંચી છે.

નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની મહેનત ફળી,ગુજરાતને કોરોના રસી મળી: મોહન કુંડારિયા (સાંસદ)

Mohan Kundariya

સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પણ વેક્સીનનુ પૂજન કરી સ્વાગત કર્યું હતું. અબતક મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વેક્સીન પોહચાડવાનું મહાઅભીયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટમાં આજે ૭૭ હજાર ડોઝ આવી ચુક્યા છે.લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે રસીનું પૂજન કરવામાં આવ્યું છે.લોકોના સ્વાસ્થ્ય માટે ઈશ્વર ને પ્રાર્થના કરી છે.કોરોનાને દેશ વટો આપવામાં આરોગ્ય તંત્ર એ ખૂબ મહેનત કરી છે તે અભિનંદનને પાત્ર છે.વેક્સીન આવ્યા પછી તમામ તંત્ર કામે લાગી ને એક એક વ્યક્તિ સુધી વેક્સીન પોહચડવામાં કામે લાગ્યા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વેક્સીન માટે ગુજરાતમાં પણ વિઝિટ કરી હતી. આદરણીય નરેન્દ્રભાઈ અને વિજયભાઈ બંને ના પ્રયત્નો સફળ રહ્યા અને ગુજરાતની જનતા ને વેક્સીન મળશે તે ગુજરાતનું પણ સદભાગ્ય છે.

કોરોના વેકિસન સંપૂર્ણ સુરક્ષિત છે લોકો અવશ્ય રસીકરણ કરાવે: ડો.પંકજ રાઠોડ (નાયબ આરોગ્ય અધિકારી)

Dr.pankaj Rathod

નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટની સદભાગ્ય છે કે કોરોના રસી ના ડોઝ પોહચી ચુક્યા છે. લોકો બેફિકર બની કોરોના રસી મુકાવે. રાજકોટ ને પ્રાથમિક તબક્કે ૧૬,૫૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આગામી ૧૬ તારીખે રસીકરણ ને ધ્યાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ માં ૧૦ કેન્દ્રો પરથી કોરોનાની રસી મુકવામાં આવશે.જે વ્યક્તિના મોબાઈલમાં જખજ આવ્યો હોય તે કર્મીઓને રસી મુકાવવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.