Abtak Media Google News

હેતુફેરની ભુલ કરનાર સરકારી ટીપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી સાથે બોર્ડમાં કોંગ્રેસનો હંગામો

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં રૈયા ટીપી સ્કીમ નં.૨૨ની જમીનમાં હેતુફેર કરવાની દરખાસ્ત સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને એવો આક્ષેપ કર્યો હતો કે ચોકકસ બિલ્ડરને ખટાવવા માટે જમીનમાં હેતુફેર કરવામાં આવી રહ્યો છે. અગાઉ હેતુફેરની ભુલ કરનાર સરકારી ટીપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી સાથે સભાગૃહમાં હંગામો મચાવ્યો હતો જોકે બોર્ડમાં દરખાસ્ત બહુમતીથી મંજુર થઈ હતી.

આજે મળેલા સ્પેશિયલ બોર્ડમાં સરકારમાં મંજુરી અર્થે રજુ કરાયેલી પ્રારંભિક નગર યોજના રચના ૨૨ (રૈયા)ના અંતિમખંડ નંબર ૬૪-સીને સેલ ફોર કોમર્શીયલ હેતુના અનામત પ્લોટને એસઈડબલ્યુએસ માટે હેતુફેર કરવા તથા સ્થળ અને ચર્તુર દિશા મુસદા‚પ નગર રચના યોજના ૨૨ (રૈયા) મુજબ યથાવત રાખવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેની સામે વિરોધ નોંધાવતા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રૈયાની આ જમીનમાં એક ચોકકસ બિલ્ડરને ખટાવવા માટે હેતુફેર કરવામાં આવી રહ્યો છે જેના જવાબમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ પ્લોટ અગાઉ એસીડબલ્યુ માટે પરંતુ સરકાર ટીપીઓએ કોર્પોરેશનને જાણ કર્યા વિના કે નોટિસ આપ્યા વિના જ પ્લોટમાં હેતુફેર કરી નાખ્યો છે.

લોકેશનમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી ટીપીઓએ બાંધકામ માટેના રાજય સરકારના વર્ષ ૨૦૧૩-૨૦૧૪ને ધ્યાનમાં લીધા નથી. જેના કારણે આજે આ પ્લોટમાં હેતુફેર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે બાકી કોઈ વિસંગતતા નથી. જેના પ્રત્યુતરમાં વિરોધ પક્ષના નેતાએ એવી માંગણી કરી હતી કે, રૈયાની ટીપી સ્કીમમાં પ્લોટના હેતુફેરના કિસ્સામાં જેની ભુલ હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે અને જો કોર્પોરેશન પાસે આવી કોઈ સતા ન હોય તો બોર્ડ મારફત રાજય સરકાર પાસે સજાની માંગણી કરવામાં આવે જેને ભાજપના કોર્પોરેટર નીતિનભાઈ ભારદ્વાજે પણ ટેકો આપ્યો હતો. દરમિયાન આ દરખાસ્ત બહુમતીથી જનરલ બોર્ડમાં મંજુર થઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.