Abtak Media Google News

મોરબી અને કચ્છમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો છે. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. કચ્છ અને મોરબીમાં પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

કચ્છના ભુજ, ગાંધીધામ, માધાપર, નખત્રાણા અને અબડાસા સહિતના વિસ્તારોમાં આજે બપોરના સમયે અચાનક વાતાવરણ પલ્ટી જઈને કમોસમી વરસાદ ખાબકયો હતો. આ સાથે પવન પણ ફૂંકાયો હતો. આ જ રીતે મોરબીમાં પણ વાદળ છાયા વાતાવરણ સાથે કમોસમી છાંટા વરસ્યા હતા. કચ્છ અને મોરબીમાં કમોસમી વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં થોડીવાર માટે વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

કચ્છ અને મોરબી જિલ્લામાં ભારે પવનની સાથે અચાનક વાતાવરણ પલટાઈ જતાં લોકોમાં આશ્ર્ચર્ય જાગ્યું હતું. પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. બન્ને જિલ્લાઓમાં વરસાદ થતાં સૌરાષ્ટ્રભરમાં પણ અચાનક તડકામાંથી વાદળછાયુ વાતાવરણ થઈ જવા પામ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.